News Continuous Bureau | Mumbai
- ઉપરાષ્ટ્રપતિ CSIR-IIP, દેહરાદૂનમાં વૈજ્ઞાનિકો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે
- ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ, દેહરાદૂનની મુલાકાત લેશે
- ઉપરાષ્ટ્રપતિ AIIMS ઋષિકેશની મુલાકાત લેશે
Vice President:ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 31 ઓગસ્ટ-01 સપ્ટેમ્બર, 2024ના રોજ ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે જશે.
તેમના પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર CSIR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ, દેહરાદૂનમાં વૈજ્ઞાનિકો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.
આ સમાચાર પણ વાંચો: Gujarat Rain Ambalal Patel:આગાહીવાળા અંબાલાલ પટેલ કોણ છે? જેની આગાહી બાદ ખેડૂતથી લઈ બિઝનેસમેન પણ દોડતા થઈ જાય છે… જાણો હવામાન નિષ્ણાત વિશે..
પોતાના પ્રવાસના બીજા દિવસે શ્રી ધનખર રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ, દેહરાદૂનની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ AIIMS ઋષિકેશની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.