Site icon

મોદીના ‘હનુમાન’ એવા ચિરાગ પાસવાનએ નિતિશકુમાર ની લંકા બાળી. કઈ રીતે? જાણો અહીં…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020 
રામ વિલાસ પાસવાનનો પુત્ર ચિરાગ પાસવાન આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણીના કેન્દ્રમાં ચર્ચાતા રહયાં. તેની ટ્વીટ સતત વાયરલ થતી રહી. કેન્દ્રમાં એનડીએના ભાગીદાર અને ભાજપના સહયોગી પાસવાન બિહારમાં નીતીશ કુમાર પર સતત હુમલો કરતા રહયાં અને લોકોને આ વખતે નીતિશ કુમારને મત ન આપવા અપીલ કરી હતી. ચૂંટણી દરમિયાન, ચિરાગ પાસવાને સતત મુખ્ય પ્રધાન નીતીશ કુમારની ટીકા કરી અને પોતાને વડા પ્રધાનના મોદીના 'હનુમાન' ગણાવતાં  રહ્યા. એલજેપીએ 137 બેઠકો માટે ઉમેદવારો ઉભા કર્યા હતાં પરંતુ તેમને ગણતરીની જ સીટ મળી છે.

Join Our WhatsApp Community

ચિરાગ પાસવાને જે મુખ્ય મુદ્દાઓ ઉઠાવ્યા હતા તે નીચે મુજબ હતાં.. 
@ 'બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ'
એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાને તેમને  'બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ' તરીકે પ્રસ્તુત કર્યા હતા અને યુવાનો માટે કમિશન સ્થાપવા, રોજગાર માટે પોર્ટલ બનાવવા, ડેનમાર્કની તકે ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા, પૂર અને દુષ્કાળને રોકવા માટે નહેરોનો સમાવેશ કર્યો હતો. નદીઓને સાથે જોડાવા જેવા વચનો આપ્યા હતા.
@ નીતીશ જેલમાં રહેશે
ચિરાગ પાસવાને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પર પ્રહાર કર્યા, કહ્યું કે નીતિશ કુમાર જરૂર પડે તો તેજસ્વી યાદવને પણ નમન કરી શકે છે. મુંગરની ઘટના અંગે ચિરાગે નિતીશ સરકારને 'મહિષાસુરા ' ગણાવ્યા હતા અને નીતીશને 'પલટુરામ' તરીકે સંબોધ્યા હતાં.
@ અભિનેતા થી નેતા
લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવની જેમ, રાજકારણ ક્યારેય ચિરાગ પાસવાનની પહેલી પસંદ નહોતું. ચિરાગ એક અભિનેતા રહી ચૂક્યા છે અને 2011 માં 'માઇલ ના માઇલ હમ' નામની ફિલ્મ પણ કરી ચૂક્યા છે. ફિલ્મ નિષ્ફળ થયા પછી, રામ વિલાસ પાસવાન તેમને રાજકારણમાં લાવ્યા અને 2014 માં જામુઇથી લોકસભાની ચૂંટણી લડ્યા. ચિરાગ પાસવાને પહેલી વાર જ લોકસભાની ચૂંટણી જીતી હતી. તેઓ ગયા વર્ષે જ લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ બન્યા છે.

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version