કેરળમાં એક બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. આ ઘટનામાં કારના ફુરચા ઉડી ગયા છે અને બસ દિવાલ તોડી ચર્ચમાં ઘુસી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો પથાનમથિટ્ટા જિલ્લાનો છે.
મળતી માહિતી મુજબ, કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC) ની બસ જિલ્લાના કિઝાવલ્લોર પાસે સફેદ કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે વિરુદ્ધ દિશામાંથી આવતી એક ઝડપી કાર સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર અને બસ બંનેના ફુરચા ઉડી ગયા હતા અને બસ ચર્ચની દિવાલ તોડી ચર્ચમાં ઘુસી ગઈ હતી.
#Kerala #accident #viralvideo #RoadAccidentpic.twitter.com/c7useiTNJZ
— 🇮🇳 राष्ट्र की बात🇮🇳 (@dsingh_19) March 11, 2023
આ સમાચાર પણ વાંચો : ચીનમાં ફરી લોકડાઉનની તૈયારીઓ, કોવિડ બાદ હવે ‘આ’ બીમારીએ ઉચક્યું માથું..
આ ઘટના શનિવારે બપોરે પોણા બે વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે