News Continuous Bureau | Mumbai
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત(Rakesh Tikait) હાલ કર્ણાટક(Karnataka) પ્રવાસે છે. આજે તેઓ રાજ્યના પાટનગર બેંગલુરુ(Bangluru)માં પ્રેસ ક્લબના ગાંધી ભવનમાં એક પત્રકાર પરિષદ(Press conference) કરવાના હતા. ટિકૈત આ (Bengaluru) પત્રકાર પરિષદમાં સ્થાનિક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનના વિડીયો પર ખુલાસો કરી રહ્યા હતા, ત્યારે તેમના પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. એક સ્ટિંગ ઓપરેશન(Stig Operation)માં જ્યાં કર્ણાટકના ખેડૂત નેતા કોડિહલ્લી ચંદ્રશેખર (Farmer leader Kodihalli Chandrashekar) પૈસા માંગતા ઝડપાયા હતા. તેના વિશે માહિતી આપી રહ્યા હતા.
Ink thrown on Rakesh Tikait by a man in Bengaluru, while the man was chanting Modi Modi !! pic.twitter.com/urwTewSQsF
— Ramandeep Singh Mann (@ramanmann1974) May 30, 2022
રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ મીડિયાને સંબોધતા સ્પષ્ટતા કરી રહ્યા હતા કે તેઓ આ લાંચ લેવામાં શામેલ નથી અને ખેડૂત નેતા કોડીહલ્લી ચંદ્રશેખર સામે પગલાં લેવા જોઈએ. આ દરમિયાન કેટલાક લોકોએ ઝઘડો શરૂ કરી દીધો અને ખેડૂત નેતા પર કાળી શાહી(Black ink) ફેંકી દીધી. આ પછી, ટિકૈતના સમર્થકોએ પણ હંગામો શરૂ કર્યો અને ત્યાં રાખવામાં આવેલી ખુરશી(Chair)ઓ સાથે માર મારવાનું શરૂ કર્યું. કહેવાય છે કે શાહી ફેંકવામાં સ્થાનિક કિસાન નેતા કોડિહલ્લીનો હાથ છે.
આ સમાચાર પણ વાંચો : હવે ડુંગળીના ઉત્પાદકોનો રોવાનો વારોઃ 5 જૂનના નાશિકમાં કાંદા પરિષદ.. જાણો વિગતે
બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, ગાંધી ભવન(Gandhi Bhavan)માં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખેડૂત નેતાઓ પર કાળી શાહી(Black Ink) ફેંકવા બદલ 3 લોકોની ધરપકડ(Arrested) કરવામાં આવી છે. આ ઘટના અંગે રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સુરક્ષા જાળવવાની જવાબદારી સ્થાનિક પોલીસની છે. કર્ણાટક સરકાર(Karnataka Govt) પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે આ બધુ મિલીભગતથી થયું હોય તેવું લાગે છે.