News Continuous Bureau | Mumbai
આમ આદમી પાર્ટી(AAP) ના પંજાબના ધારાસભ્ય પ્રોફેસર બલજિંદર કૌર (MLA Baljinder Kaur) નો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બલજિંદર કૌરને તેમના પતિ થપ્પડ(slap) મારતા જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે બલજિંદર કૌર(Baljinder Kaur) નો પોતાના પતિ સુખરાજ સિંહ બલ Sukhraj Singh Bal) સાથે વિવાદ ચાલી રહ્યો છે. આવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિવાદના કારણે આ ઘટના બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો બે મહિના પહેલાનો બતાવવામાં આવી રહ્યો છે.
आप विधायक बलजिंदर कौर के पति ने बलजिंदर कौर के मारा थपड़ सीसीटीवी में कैद हुई तसवीर#baljinderkaur #talwandisabo #aapmla pic.twitter.com/Wd042xL5sd
— Ashraph Dhuddy (@ashraphdhuddy) September 1, 2022
વીડિયોમાં એક ઘર જાેવા મળે છે, જેના બારણે કેટલાક લોકો ઉભા છે. આ દરમિયાન સુખરાજ સિંહ બલ પહેલા પોતાના ઘરની અંદર ચર્ચા કરી રહ્યા હોય છે અને પછી ખુરશી બેસી જાય છે. પછી બલજિંદર કૌર અંદર આવે છે અને તેને ગુસ્સામાં કશું કહેતા જાેવા મળે છે. આ દરમિયાન સુખરાજ સિંહ બલ ઉઠે છે અને બલજિંદરને થપ્પડ મારે છે. જોકે આ પછી ત્યાં ઉપસ્થિત લોકો વચ્ચે પડીને છોડાવે છે.
આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં પીએમ મોદી- ગૌતમ અદાણી અને આંધ્રના CM સામે નોંધાયો કેસ-. કોર્ટે ત્રણેય દિગ્ગજોને જારી કર્યા સમન્સ- જાણો શું સમગ્ર મામલો
ઉલ્લેખનીય છે કે ભઠિંડાના તલવંડી સાબોથી ધારાસભ્ય બલજિંદર કૌર રાજ્યના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક છે.