Site icon

પુણેમાં પાલતુ શ્વાન પર ત્રાટક્યો દીપડો, ગણતરીની સેકન્ડમાં જ ઉઠાવીને લઈ ગયો, જુઓ શિકારનો વિડીયો..

પુણેમાં પાલતુ શ્વાન પર ત્રાટક્યો દીપડો, ગણતરીની સેકન્ડમાં જ ઉઠાવીને લઈ ગયો, જુઓ શિકારનો વિડીયો..

પુણેમાં પાલતુ શ્વાન પર ત્રાટક્યો દીપડો, ગણતરીની સેકન્ડમાં જ ઉઠાવીને લઈ ગયો, જુઓ શિકારનો વિડીયો..

  News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર દીપડાના હુમલાનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે પુણેના જુન્નર શહેરનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં સોમવારે રાત્રિના અંધારામાં ખુલ્લામાં સૂતેલા લોકોની નજીક એક દીપડો ઘુસી ગયો હતો અને ગાઢ નિંદ્રામાં સુતેલા કૂતરાને ઉપાડી ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેને જોઈને લોકો ચોંકી ગયા છે.

Join Our WhatsApp Community

આ સીસીટીવી ફૂટેજ મુજબ, આ ભયાનક ઘટના 15 મે (સોમવાર)ના રોજ સવારે 2 વાગ્યે બની હતી. આ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે અમુક ટ્રક ખુલ્લા આકાશ નીચે પાર્ક કરેલી છે, જ્યારે લોકો ખાટલા પર સૂઈ રહ્યા છે. અને તેની બાજુમાં એક કૂતરો સુતો છે. આ દરમિયાન, એક શિકારી દીપડો દૂર ઉભેલી ટ્રકની બાજુમાં ઉભો રહે છે અને બાદમાં ધીમે ધીમે આગળ વધે છે. તે કૂતરાની ખૂબ નજીક જાય છે, પરંતુ કૂતરાને તેની હાજરીનો અહેસાસ પણ થતો નથી. પછી શું… દીપડો કૂતરાને એક જ વારમાં પકડીને લઈ જાય છે. કૂતરાનો અવાજ સાંભળીને ખાટલા પર સૂતો વ્યક્તિ ઊંઘમાંથી જાગી જાય છે અને આ ઘટના જોઈને અવાચક થઈ જાય છે. થોડી વાર સુધી આખી ઘટનાને સમજ્યા પછી, તે પોતાનો મોબાઈલ કાઢે છે અને તેમાં કંઈક કરવા લાગે છે.આ સમાચાર પણ વાંચો: વંદે ભારત એક્સપ્રેસ થઈ બંધ, હવે આ રૂટ પર નહીં દોડશે એક્સપ્રેસ ટ્રેન, લોકોને નથી પોસાય રહ્યું ભાડું..

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version