Viral Video : બ્રેક ફેલ થતાં એક ટ્રક ખંડાલા ઘાટના ઢોળાવ પરથી નીચે ઉતરી ગયો, જુઓ દિલધડક વિડીયો.

Viral Video-Truck accident due to breakfail at khandala ghat.

શુક્રવારે મોબાઈલ ફોન કેમેરામાં ( Viral Video ) એક રોમાંચક ઘટના રેકોર્ડ કરવામાં આવી હતી જેમાં મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ખંડાલાના ( khandala ghat ) ઢોળાવ પરથી એક ટ્રક ( Truck accident ) ચાલતી જોવા મળે છે. ટ્રકની બ્રેક ફેલ ( breakfail ) થઈ ગઈ હોવાથી આ ટ્રક પૂરઝડપે નીચે ઉતરવા માંડે છે.

આ ટ્રક સોલાપુરથી કલંબોલી તરફ જઈ રહી હતી

ટ્રક સિમેન્ટની ગુણીઓ લઈને સોલાપુરથી કલંબોલી જઈ રહી હતી. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકના ડ્રાઈવર સંજય યાદવે જોયું કે ખંડાલા ઘાટ પર ટ્રકની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. તેણે ટ્રકને નિયંત્રણમાં લાવીને હેન્ડ બ્રેકની મદદથી તેને ઘાટમાં એક તરફ ઉભી રાખી.

ડ્રાઈવર ટ્રકમાંથી નીચે ઉતરતાની સાથે જ હેન્ડ બ્રેક પણ ફેઈલ થઈ ગઈ હતી અને ટ્રક ઢોળાવ પરથી નીચે દોડવા લાગી હતી. ટ્રક કોઈ પણ જાતના નિયંત્રણ વિના ઘાટના ઢોળાવ પર ઝડપથી હંકારી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો:  મોટા સમાચાર! હવે મહારાષ્ટ્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવશે?

ટ્રક ચાલવા લાગી કે તરત જ ડ્રાઈવરે તમામ કારને પાછળથી રોકી દીધી. ટ્રક ઘાટ પરના અમૃતંજન પુલ પરથી પસાર થઈ અને બોરઘાટ પોલીસ ચોકીની સામે રોડ કિનારે અથડાઈ.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ ખાલાપુર પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ટ્રક ચાલક સંજય યાદવની અટકાયત કરવામાં આવી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *