ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 જુલાઈ 2020
દેશમાં પ્રથમવાર એક નેત્રહીન વ્યક્તિની બોકારો જિલ્લાના ઉપઆયુક્ત તરીકે નિયુક્તી કરવામાં આવી છે. નોંધપાત્ર ઘટના એ છે કે રાજેશ સિંહ આ પદ સુધી પહોંચનાર દેશના પ્રથમ દૃષ્ટિહીન વ્યક્તિ છે. મૂળ બિહાર પટનાના ધનરુઆના રહેવાસી રાજેશ સિંહ સામે આઈએએસ બન્યા પછી ઘણી અડચણો આવી હતી..પરંતુ લાંબી કાનૂની લડત બાદ તેમણે આજે સફળતા હાંસલ કરી છે. બોકારો ના DC બનતા પહેલા તેઓ ઉચ્ચ શિક્ષણમાં વિશેષ સચિવ હતા. દૃષ્ટિહીન રાજેશસિંહે વર્ષ 2007 માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. તે સમયે રાજેશ સિંહ દેશના પ્રથમ નેત્રહીન વ્યક્તિ હતાં જે આઈએએસ બન્યા હતાં. આમ છતાં તેમની સરકારી નિમણૂકમાં ઘણી અડચનો આવી હોવા છતાં, તેમણે પોતાના હકની લડાઇ જીતી લીધી અને 2011 માં સરકારે તેમની નિમણૂક કરવી પડી હતી.
રાજેશસિંહને નાનપણમાં ક્રિકેટ રમવાનો શોખ હતો. ત્યારે ક્રિકેટ રમતી વખતે એક અકસ્માતમાં તેમની દૃષ્ટિ જતી રહી હતી. આ પછી તેમનો ખરો સંઘર્ષ ચાલુ રહ્યો અને તેમણે દિલ્હી યુનિવર્સિટી તેમજ જેએનયુમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ 2007 માં યુપીએસસીની પરીક્ષા પાસ કરીને તે આઈએએસ બન્યા, પરંતુ તેમની નિમણુંક ન થતી હોવાથી તેઓ સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં હતાં. જ્યાં લાંબી કાનૂની લડત બાદ અંતે કોર્ટે સરકારને રાજેશસિંહની નિમણૂક કરવા નિર્દેશ આપ્યો. તે જ સમયે, કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે આઈએએસને "દ્રષ્ટિની નહીં, દ્રષ્ટિકોણ" ની આવશ્યકતા છે. રાજેશસિંહના આ અભિગમને લીધે આજે તેઓ આ પદ પર પહોંચ્યા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com