સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો, શિવડી કોર્ટે જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ, હવે આ તારીખે થશે સુનાવણી.. જાણો શું છે સમગ્ર મામલો

Our connection like Fevicol...: Senas Sanjay Raut on Ajit Pawar-BJP link

News Continuous Bureau | Mumbai

ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત ( Sanjay Raut ) વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. શિવડી કોર્ટે આ ( defamation case ) વોરંટ જારી કર્યું છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ભાજપના નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા ( Medha Somaiya ) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે શિવડી કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સમયે ધરપકડ વોરંટ જારી ( Warrant issued )  કરવામાં આવ્યું છે.

મેધા સોમૈયાની અરજીની સુનાવણી દરમિયાન સંજય રાઉત સતત ગેરહાજર રહ્યા હોવાથી કોર્ટે આ વોરંટ જારી કર્યું છે. આગામી સુનાવણી 24 જાન્યુઆરીએ થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો રાઉત આ સુનાવણીમાં હાજર થશે તો વોરંટ રદ થઈ શકે છે.

શું છે મામલો?

સંજય રાઉતે સામના મુખપત્ર માં મેધા સોમાયા પર શૌચાલય કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. મેધા સોમૈયાએ દાવો કર્યો હતો કે 100 કરોડના કૌભાંડના આરોપોને કારણે તેમની બદનામી થઈ છે.

આ સમાચાર પણ વાંચો :  ICICI Bank Fraud Case: વીડિયોકોનના સ્થાપક કોર્ટે વેણુગોપાલ ધૂતની આ અરજી ફગાવી, કોચર દંપતીને પણ ન આપી કોઈ રાહત

દરમિયાન, પાત્રા ચાલ કૌભાંડ કેસમાં ED દ્વારા સંજય રાઉતની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ જ કેસમાં 102 દિવસ જેલમાં વિતાવ્યા બાદ સંજય રાઉત હાલમાં જામીન પર છે. તેના જામીન રદ કરવા માટે ED દ્વારા બેંચ સમક્ષ ચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જોકે જામીન રદ થયા નથી. EDએ શુક્રવારે જસ્ટિસ નીતિન બોરકરની બેંચ સમક્ષ અરજી દાખલ કરી હતી. જોકે, જજ બોરકર હાજર ન હોવાથી અરજી મોકૂફ રાખવામાં આવી છે.