News Continuous Bureau | Mumbai
એનસીપી (NCP) ના નેતા અને પૂર્વ મંત્રી નવાબ મલિક (Nawab Malik) હાલમાં મની લોન્ડરિંગના કેસમાં જેલમાં છે. દરમિયાન તેમની મુશ્કેલીઓમાં વધારો થવાની સંભાવના છે.
પ્રાપ્ત જાણકારી મુજબ વાશિમ કોર્ટે (Washim Court) પોલીસને નવાબ મલિક સામે એટ્રોસિટીનો કેસ (A case of atrocity) દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ની મુંબઈ શાખાના ભૂતપૂર્વ પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડે (Sameer Wankhede) વિરુદ્ધ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિક દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણીની તપાસ કરવા વાશિમ પોલીસને નિર્દેશ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો: આજે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, કર્ક-તુલા સહિત આ 4 રાશિઓને થશે લાભ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં કથિત મની લોન્ડરિંગ કેસમાં મલિકની ધરપકડ કરવામાં આવી હતી. તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને હાલમાં મુંબઈની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે સમીર વાનખેડે મુંબઈ NCBના ઝોનલ ડાયરેક્ટર હતા. ત્યારે તેમણે ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી. નવાબ મલિકે આ મામલે સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા.