ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી દર વર્ષે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તારીખે ઉજવવામાં આવે છે. આજે એટલે કે 11 માર્ચ, 2023 ના રોજ ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવી રહી છે. શ્રીમંત દગડુ શેઠ હલવાઇ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ દ્વારા સંકષ્ટી ચતુર્થી નિમિત્તે મંદિરમાં દ્રાક્ષ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના ગર્ભાગાર અને સભા હોલમાં કાળી અને લીલી દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રસંગે ભક્તો આ પ્રખ્યાત ગણપતિ મંદિરે બાપ્પાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. એવી માન્યતા છે કે સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ બાધાઓ દૂર થઈ જાય છે.
🍃🍇द्राक्ष महोत्सव २०२३🍇🍃
सर्व गणेश भक्तांना संकष्टी चतुर्थीच्या हार्दिक शुभेच्छा !https://t.co/CW7Tnb7MzJ#shrimant #dagdushethhalwaiganpati #shrimantmoraya#shrimantdagdusheth#dagdusheth #dagdushethganpati #pune #maharashtra #sankashtichaturthi #sankashtichaturthi pic.twitter.com/N9zV5iZ54R
— Shrimant Dagdusheth Ganpati (@DagdushethG) March 11, 2023
મહત્વનું છે કે આ માટે 2 હજાર કિલો દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં આ દ્રાક્ષ ભક્તો, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ અને હોસ્પિટલને પ્રસાદ તરીકે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દ્રાક્ષની સિઝન દરમિયાન મંદિરમાં આ પ્રકારના શણગારનું સતત બીજું વર્ષ છે.
આ સમાચાર પણ વાંચો : અમેરિકાને લાગ્યો પુતિનનો ડર! કહ્યું- આ દેશમાં સરકારને તોડવાની કોશિશ કરી રહ્યું છે રશિયા