Site icon

ચારધામ પૈકી બદ્રીનાથ પહોંચ્યા બિઝનેસમેન મુકેશ અંબાણી- ભગવાન બદ્રી વિશાલની પૂજા કરી અને મહાભિષેક કર્યો- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બિઝનેસમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) આજે ચારધામમાંથી એક પ્રખ્યાત એવા મંદિર બદ્રીનાથ ધામ(Badrinath Dham) દર્શન કરવા માટે પહોંચ્યા હતા. બદ્રીનાથ ધામ પહોંચતા જ મંદિર સમિતિના ઉપાધ્યક્ષ કિશોર પંવારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પછી મુકેશ અંબાણીએ ભગવાન બદ્રી વિશાલ(Bhagvan Badri Vishal)ની પૂજા કરી અને ભગવાનનો મહાભિષેક કર્યો.. આ દરમિયાન તેમણે ગીતા પાઠ પૂજામાં પણ ભાગ લીધો હતો. મુકેશ અંબાણીએ બદરી કેદાર મંદિર સમિતિ(Badri Kedar Temple Committee)ને પાંચ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

Join Our WhatsApp Community

 

ભગવાનના દર્શન કર્યા બાદ મુકેશ અંબાણી બદ્રીનાથના રાવલ ઈશ્વરી પ્રસાદ નંબૂદીરીને મળ્યા હતા. આ પછી તેમનો કેદારનાથ ધામ(Kedarnath Dham) જવાનો પણ કાર્યક્રમ છે. મુકેશ અંબાણી બપોરે પાછા જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચશે અને મુંબઈ(Mumbai) જવા રવાના થશે. 

આ સમાચાર પણ વાંચો :દિવાળી પહેલા મિથુન રાશિને લાભ આપશે મંગળ- જાણો કેવી રહેશે આ રાશિના જાતકો માટે દિવાળી 

ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીને ભગવાન બદ્રી વિશાલમાં અતૂટ શ્રદ્ધા છે, તેથી તેઓ દર વર્ષે દર્શન કરવા બદ્રીનાથ પહોંચે છે. તે અવારનવાર પોતાના પરિવાર(family) સાથે અહીં આવે છે. થોડા દિવસ પહેલા પણ મુકેશ અંબાણી પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા હતા. પરંતુ ખરાબ હવામાનના કારણે તેમને જોલી ગ્રાન્ટ એરપોર્ટ પરથી જ પરત ફરવું પડ્યું હતું. 

PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Exit mobile version