News Continuous Bureau | Mumbai
તસ્કરી(Smuggling) માટે લોકો કેવી કેવી ટ્રિક્સ(Tricks) અજમાવતા હોય છે. કોઇ જૂતાના સોલમાં નોટ મુકે છે તો કોઇ અન્ય સામાનમાં તસ્કરીનો સામાન છુપાવીને લઇ જવાનો પ્રયાસ કરે છે. આવું જ કંઇક દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બન્યું છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, દિલ્હીના IGI એરપોર્ટ પર એક યાત્રી સાથે 30 લાખ(30 Lakh) રૂપિયાથી વધુની કિંમતનું સોનું ઝડપાયું છે. અબુ ધાબી(Abu Dhabi)ના આ મુસાફરની પાસેથી 500 ગ્રામથી વધુ સોનું મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે. પ્રવાસી(passenger)એ વિગ(wig) અને ગુદામાર્ગ(rectum)ની અંદર 630.45 ગ્રામ સોનું છુપાવ્યું હતું. જેની કિંમત 30.55 લાખ રૂપિયા છે.
#WATCH | Delhi: A gold smuggling case booked on a passenger from Abu Dhabi at IGI Airport T3; approx 630.45g of gold worth Rs 30.55 lakhs was concealed inside his wig & rectum. Accused arrested; further probe underway: Customs Commissioner Office
(Source: Delhi Customs) pic.twitter.com/2faJD8f1Vu
— ANI (@ANI) April 20, 2022
એરપોર્ટ પર તૈનાત કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અબુ ધાબી(Abu Dhabi)થી નવી દિલ્હી(New Delhi) પહોંચેલા એક મુસાફરને IGI એરપોર્ટ ટર્મિનલ 3 પર અટકાયતમાં લેવામાં આવ્યો હતો. 30.55 લાખની કિંમતનું લગભગ 630.45 ગ્રામ સોનું તેની વિગ અને ગુદામાર્ગ(wig and rectrum)ની અંદર છુપાવવામાં આવ્યું હતું. કસ્ટમ કમિશનરની ઓફિસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : પાલઘરના તારાપુર ઔદ્યોગિક વસાહતમાં એક કેમિકલ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ, કેટલાય કિલોમીટર દુર દેખાયા ધુમાડાના ગોટેગોટા; જુઓ વિડીયો, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વધુ બે દાણચોરો ઝડપાયા હતા, જેમાંથી એક સોનાની પેસ્ટ લાવ્યો હતો. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શારજાહથી પરત ફરેલા બે ભારતીય મુસાફરોને વિદેશી બનાવટની સિગારેટ અને સોનાની પેસ્ટની દાણચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તલાશી દરમિયાન તેમની પાસેથી વિદેશી ઉત્પાદિત સિગારેટના 636 'પોલ' મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 9,54,000 છે.