ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર,
ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીના અંતિમ અને સાતમાં તબક્કા માટે ભાજપ અને સપા સહિત બધા દળોએ પોતાની પુરી તાકાત લગાવી દીધી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો ગ્રાન્ડ ફિનાલે વારાણસીમાં થઇ રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યૂપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ બાબા વિશ્વનાથના દર્શન કરવાની સાથે કાશીમાં પ્રચાર કર્યો હતો. જ્યારે પીએમ મોદીએ સાંજે પોતાના સંસદીય ક્ષેત્રમાં રોડ શો કરીને દમ બતાવ્યો હતો. જેમાં ભારે જનમેદની ઉમટી પડી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રોડ શો દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે પૂજારીઓ સાથે વાતચીત પણ કરી હતી. પીએમે કાશી વિશ્વનાથ મંદિરની બહાર ડમરુ પણ વગાડ્યું હતું. પીએમ મોદીનો આ રોડ શો માલદહિયા ચોકથી શરુ થઇને કબીર ચોરા, લોહટિયા, મેદાગિન, નીચીબાગ ચોક, બાબા વિશ્વનાથ ધામ, સોનારપુરા અને અસ્સી ઘાટ થઇને બીએચયુ ગેટ પર ખતમ થયો હતો. પીએમ મોદીનો આ રોડ શો લગભગ 3.1 કિલોમીટર લાંબો હતો.
PM Modi tries his hand at 'damru' at Kashi Vishwanath Temple in #Varanasi , post his roadshow pic.twitter.com/oWwbeVnYDJ
— Lingaswamy siddala (@SwamyJourno) March 4, 2022
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી 6 તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે. સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચે થશે. સાતમાં તબક્કામાં પ્રદેશના 9 જિલ્લાની 54 સીટો પર વોટિંગ થશે.