News Continuous Bureau | Mumbai
હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં પણ મહિલાઓની ભાગીદારી જોવા મળી રહી છે. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર શહેરમાં બુરખો પહેરીને CRPF બંકર પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનું કનેક્શન લશ્કર-એ-તૈયબા સાથે છે.
Women wearing Burqa belonging from peacefull community hurls a petrol bomb on a CRPF post that almost went off in her on hands . Incident happened in Sopore, Jammu and Kashmir .#Hijab pic.twitter.com/Yk7SRY9gWt
— Rahul Jha (@JhaRahul_Bihar) March 30, 2022
આ અંગે આઈજીપી કાશ્મીર વિજય કુમારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે હુમલાખોર એક મહિલા છે, જેની ઓળખ થઈ ગઈ છે. તેને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બુરખો પહેરીને સીઆરપીએફ બંકર પર હુમલો કરનાર મહિલા લશ્કર-એ-તૈયબાની ઓવર ગ્રાઉન્ડ વર્કર છે અને ભૂતકાળમાં પણ કેટલાક અપરાધિક કેસોમાં સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે. તેને પકડવા માટે પોલીસ અને સુરક્ષા દળો સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : કોર્ટ રૂમો ફરી વકીલોની દલીલોથી ગાજશે, સુપ્રીમના સંકુલમાં આ તારીખથી શરૂ થશે ફિઝિકલ સુનાવણી; જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર શહેરમાં મંગળવારે સાંજે બુરખો પહેરેલી એક વ્યક્તિએ CRPFના બંકર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હુમલાખોરની તસવીર સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ હતી. જેનો વીડિયો સામે આવ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.