Site icon

આનંદો: ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશીની લહેર, 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

બુધવાર

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદ ખેંચાઈ જવાને કારણે પાણીની અછત પણ સર્જાઈ હતી. ખાસ કરીને આ મુદ્દે ખેડૂતોને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.

ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાલ નર્મદા ડેમની જળસપાટીમાં 12 કલાકમાં 21 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 116.6 મીટર જોવા મળી રહી છે. ડેમમાં પાણીની આવક 8993 ક્યૂસેક થઈ ગઈ છે. સાથેજ સંગ્રહિત પાણીનો જથ્થો પણ 4408.09 MCM જેટલો થઇ ગયો છે. 

અફઘાનિસ્તાનમાં ભારતનું રેસ્ક્યુ મિશન પૂર્ણ થયું, વાયુસેનાના વિમાનો તેમના બેઝ પર પાછા ફર્યા ; જાણો વિગતે

સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. સોમનાથના ગીરગઢડામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વેરાવળ, કોડિનાર અને ઉના તાલુકામાં સારા વરસાદથી પાકને જીવતદાન મળ્યું છે. તાલાળા ગીરમાં ધોધમાર વરસાદ વરસતા ગામમાં નદી વહેતી થઈ છે. છેલ્લાં ત્રણ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. તો ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે.

Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાંથી આ તારીખ પહેલા વિદાય નહીં લે ચોમાસું, ફરી વરસશે મેઘરાજા, એલર્ટ જાહેર.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
Exit mobile version