News Continuous Bureau | Mumbai
Maharashtra Water Crisis: મહારાષ્ટ્રમાં લગભગ 3,000 ડેમનો સરેરાશ પાણીનો સ્ટોક હાલ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 22 ટકા થઈ ગયો છે, જેમાં છત્રપતિ સંભાજીનગર વિભાગમાં સૌથી ઓછો 9.06 ટકા પાણીનો સ્ટોક નોંધાયો છે.
એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં ( Maharashtra ) 2,997 ડેમ છે, જ્યાં બુધવાર સુધીમાં કુલ સંગ્રહ ક્ષમતાના 22.64 ટકા પાણીના ( Water Stock ) ઉપયોગ માટે ઉપલબ્ધ છે. વર્તમાન સ્ટોક ગયા વર્ષના તે જ દિવસે (29 મે) નોંધાયેલા 31.81 ટકા કરતાં 9.17 ટકા ઓછો છે.
Maharashtra Water Crisis: રાજ્યના છ જળ વિભાગોમાં છત્રપતિ સંભાજીનગરના ડેમમાં સરેરાશ સ્ટોક તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 9.06 ટકા છે…
મહારાષ્ટ્ર જળ સંસાધન વિભાગના દૈનિક અહેવાલ મુજબ, રાજ્યના છ જળ વિભાગોમાં છત્રપતિ સંભાજીનગરના ડેમમાં ( Dam ) સરેરાશ સ્ટોક તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 9.06 ટકા છે. તો પુણે વિભાગમાં બીજો સૌથી ઓછો સ્ટોક (16.35 ટકા) નોંધાયો છે. ત્યારે નાસિકમાં 24.50 ટકા, કોંકણમાં 35.88 ટકા, નાગપુરમાં 38.41 ટકા અને અમરાવતી વિભાગમાં 38.96 ટકા નોંધાયો છે.
આ સમાચાર પણ વાંચો: Anant Ambani-Radhika Merchant 2nd pre-wedding : અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ માં પરફોર્મ કરવા ક્રુઝ પર પહોંચ્યો ગુરુ રંધાવા, સ્ટાઇલ માં મારી એન્ટ્રી, જુઓ વિડીયો
આ વર્ષે પાણીની તંગી ( Water Shortage ) વિકટ બની છે. મહારાષ્ટ્રને પાણી સપ્લાય ( Water Supply ) કરતી મોટી યોજનાઓમાં પાણીનો સંગ્રહ ઝડપથી ઘટી રહ્યો છે. છત્રપતિ સંભાજીનગર અને નાસિક પંથકમાં પાણીની ભારે તંગી ( Water Crisis ) છે. જે ગામડાઓમાં માત્ર પીવા માટે જ પાણી પુરવઠો છે ત્યાં હાલ પશુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહારાષ્ટ્રની લગભગ 11 હજાર વાડા વસાહતોના રહેવાસીઓ પાણીની તીવ્ર અછતનો હાલ સામનો કરી રહ્યા છે. રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આથી એક તરફ ડેમોમાં પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે તો બીજી તરફ રાજ્યમાં પાણી પુરૂ પાડતા ટેન્કરો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. રાજ્યના 11 હજારથી વધુ ગામડાઓમાં કુલ 3 હજાર 700થી વધુ ટેન્કરથી પાણી પહોંચાડવું પડે છે.