ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
થાણેવાસીઓને ગુરુવારે પાણી સંભાળીને વાપરવાની સલાહ થાણે મહાનગરપાલિકાએ આપી છે. 24 કલાક માટે થાણેમાં પાણી પુરવઠો બંધ રહેવાનો છે.
થાણે પાલિકાના જણાવ્યા મુજબ એમઆઈડીસી તરફથી બારવી ડેમને કનેક્ટેડ પાણીની પાઈપલાઈનનું સમારકામ અને મેઈન્ટેન્સનું કામ કરવામાં આવવાનું છે. આ કામ માટે ગુરુવાર રાતના 12 વાગ્યાથી શુક્રવાર રાતના 12 વાગ્યા સુધી 24 કલાક પાણી પુરવઠો બંધ રહેશે. તેથી થાણે શહેરના કલવા, દિવા આ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો બંધ રહેશે. તેથી આ વિસ્તારના નાગરિકોને પાણી સંભાળીને વાપરવાનું રહેશે.
પાણી પુરવઠો પૂર્વવત થયા બાદ પણ આગામી એકથી બે દિવસ પાણી પુરવઠો ઓછા દબાણ સાથે થશે એવું થાણેના પાણી પુરવઠાખાતાએ કહ્યું હતું.
