News Continuous Bureau | Mumbai
રોડ રસ્તા પરનો ટ્રાફિક ઓછો કરવા માટે પરિવહન વિભાગે વોટર ટેક્સી(water taxi)ની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત પહેલા તબક્કામાં સરકારે ભાઉચા ધક્કાથી બેલાપુર અને બેલાપુર(Belapur)થી એલિફન્ટા સુધીના રૂટ પર આ વૉટર ટેક્સી શરૂ કરી હતી. જોકે તેની કિંમત વધુ હોવાને કારણે લોકો તેમાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા હતા. હવે સરકારે મુસાફરોની સમસ્યાઓ ઓછી કરવા માટે બેલાપુર થી એલિફન્ટા સુધી નું ભાડું ઘટાડી નાખ્યું છે. અગાઉ બેલાપુર થી એલિફન્ટા સુધી નું ભાડું 800 રૂપિયા હતું જે હવે ઘટીને 499 રૂપિયા થઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો : રાજ્યસભા ચૂંટણી- મહારાષ્ટ્રના આ બે નેતાઓ નહીં કરી શકે મતદાન- મુંબઈ કોર્ટે આપ્યો ચુકાદો- જાણો શું છે સમગ્ર મામલો
આ ભાવ ઘટાડા(Fare reduced)ના કારણે હવે સામાન્ય પ્રવાસી(commuters)ઓ પણ આ ટેક્સીમાં દરિયાઇ સફારીનો આનંદ માણી શકશે. ખાસ કરીને શનિવાર અને રવિવારે તેમ જ જાહેર રજાના દિવસોમાં એલિફન્ટા(Eliphanta)માં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. આવા સમયે સરકારના આ નિર્ણયને કારણે લોકો વોટર ટેક્સી નો વધુ ઉપયોગ કરશે. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસો દરમિયાન સરકાર બીજા કયા રૂટ પર ભાડા સસ્તા કરે છે