ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
13 જુલાઈ 2020
અમદાવાદ, સુરત, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમા વધારો થયો છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા કડક કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરમાં જાહેરમાં માસ્ક ન પહેરનારને રૂ. 500 દંડ તેમજ પાન-મસાલા ખાઈને જાહેરમાં થૂંકવા બદલ પાનના ગલ્લાંના માલિકને રૂ. 10,000 નો દંડ ફટકારવામાં આવશે.
આ અંગે મ્યુનિ. દ્વારા જનજાગૃતિ માટે વ્યાપક પ્રચાર અભિયાન શરૂ કરાયું છે, તેમ છતા જો કોઈ વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરશે અને જો માસ્ક પહેર્યા વગર પકડાશે તો તેની પાસેથી રૂ. 500 નો દંડ વસૂલવામાં આવશે. અગાઉ માસ્ક વગર ફરતા લોકો પાસેથી માત્ર રૂ. 200 દંડ વસૂલાતો હતો.
આ ઉપરાંત શહેરમાં અનલોકની જાહેર થતાંની સાથે જ પાનના ગલ્લાંને પણ ખોલવાની મંજૂરી મળી ગઈ હતી ત્યારે મોટાભાગના પુરુષો પાન-મસાલા ખાઈને જાહેરમાં થૂંકતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. આમ કરવાથી કોરોના સંક્રમણ વધુ ફેલાવાની દહેશત રહેલી છે માટે જ પાનના ગલ્લાં આસપાસ આવું કરતા કોઈ જણાશે તો તે પાનના ગલ્લાંવાળાને રૂ.10,000 નો દંડ ફટાકરવાનો નિર્ણય AMC એ લીધો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com