ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 જુન 2020
મોઢે માસ્ક વગર ફરતા મુંબઈગરાઓ 1000 રૂપિયા સુધીનો દંડ ભરવા માટે તૈયાર થઈ જાઓ. કારણ કે સરકાર હવે મોઢા પર માસ્ક ના પહેરનાર લોકો પર ઇન્ડિયન પીનલ કોડ હેઠળ કાર્યવાહી કરવા જઈ રહી છે. કોરોનાવાયરસ ને ફેલાતો અટકાવવા માટે સરકારે ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ સાર્વજનિક સ્થળ સહિત ઓફિસમાં તથા ખાનગી વાહનોમાં પ્રવાસ કરતી વખતે માસ્ક ફરજિયાત છે પરંતુ લોકો આ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. જાહેરજીવનમાં લોકોમાં મોઢે કંઈપણ પહેર્યાં વગર જ ફરતા જોવા મળી રહ્યા છે. લોકડાઉનમાં થોડી ઘણી છૂટછાટો આપતાની સાથે જ લોકો બેફિકર થઈ ગયા છે. જોકે હવે પ્રશાસન આવા લોકો વિરુદ્ધ કડક પગલાં ભરવા થઈ છે. મોઢા પર માસ્ક ન પહેરનારા લોકો પર ભારતીય દંડ સહિતા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને 1000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં, તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં કોરોનાવાયરસ ના રોગીઓની સંખ્યા રોજબરોજ વધી રહી છે. જેને અટકાવવા માટે જ 31 જુલાઈ સુધી સરકારે લોકડાઉન વધારવું પડ્યું છે, જેથી કરીને કોમ્યુનિટી વાયરસ ન ફેલાય.. ગાઈડલાઈન મુજબ એકબીજાથી સુરક્ષિત અંતર રાખવું અને મોઢે કોઈ પણ પ્રકારનો માસ્ક પહેરવો જરૂરી છે. આથી જ રસ્તા, ઓફિસ, દુકાન, બજાર, દવાખાના, હોસ્પિટલ, શાકભાજી માર્કેટ જેવા જાહેર સ્થળોએ માસ્ક પહેરવા ખૂબ જરૂરી અને ફરજિયાત છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
