News Continuous Bureau | Mumbai
ચોથી લહેરની આશંકા વચ્ચે મહારાષ્ટ્ર(Maharashtra)માં ફરી એકવાર કોરોનાના કેસો(corona case rises)એ વધવા લાગ્યા છે. કોરોનાના વધતા કોરોના વાયરસના વધતાં જતાં મામલાઓ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે(CM Uddhav Thackeray)એ ચેતવણી આપી છે કે, જો કેસોમાં વધારો થતો રહેશે અને લોકો ગાઈડલાઈન(covid19 guideline)નું પાલન નહીં કરે તો રાજ્યમાં સખત પ્રતિબંધ(strickt restriction) લગાવવાશે.
મહારાષ્ટ્રમાં જતા કેસોને ધ્યાનમાં રાખીને સીએમ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે લોકોએ ફેસ માસ્ક(Face Mask)નો ઉપયોગ કરવો જોઈએ. તેમજ દરેકએ રસીકરણ (Vaccination)કરાવવું જોઈએ અને ગાઈડ લાઈન્સ(Guidelines)નું પણ પાલન કરવું જોઈએ. જો લોકો ફરીથી લોકડાઉન(lockdown) જેવી સ્થિતીનો સામનો ના કરવો હોય તો આ અનિવાર્ય છે. સરકાર એક પખવાડિયા સુધી પરિસ્થિતિ પર નજર રાખશે અને પછી જરૂર પડશે તો કડક નિર્ણયો લેશે. છેલ્લા દોઢ મહિનામાં કોરોનાના કેસોમાં દોઢ ગણો વધારો થયો છે
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને થયો કોરોના- અન્ય કોંગ્રેસ નેતાઓ પણ સંક્રમિત – જાણો હવે ઇડીની કાર્યવાહીનું શું થશે
બીજી તરફ ડેપ્યુટી સીએમ અજિત પવારે(Deputy Chief Minister Ajit Pawar) કહ્યું કે જો કેસ સતત વધતા રહેશે તો લોકો માટે માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવવો પડશે. પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું કે, સ્થિતિ નિયંત્રણ બહાર ન જાય તે માટે રાજ્ય સરકાર (State Govt) નજર રાખી રહી છે. જો કોરોના સંક્રમણ(Covid case)ના કેસોની સંખ્યામાં વધારો થતો રહેશે, તો માસ્ક(mask)નો ઉપયોગ ફરજિયાત બનાવવો પડશે.
ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1045 નવા કેસ નોંધાયા હતા અને આ દરમિયાન એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં હાલમાં કોરોનાના 4,559 સક્રિય કેસ છે. રાજ્યમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 78,89,212 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 1,47,861 લોકોના મોત થયા છે.