ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ફેબ્રુઆરી 2021
હવામાન વિભાગે મહારાષ્ટ્ર નો વરતારો રજુ કર્યો છે. એક તરફ મહારાષ્ટ્રની કોંકણ પટ્ટી એટલે કે મુંબઈ સહિતના વિસ્તારમાં ગરમીનું માહોલ છે. ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાં જોરદાર ઠંડી છે.'
હવે મોસમ વિભાગનું કહેવું છે કે મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડાના માં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
વાત એમ છે કે પવનની દિશા બદલાવાની સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્ર વાતાવરણ દરરોજ પલટાઈ રહ્યું છે. જે દિવસે ઉત્તરમાંથી પવન ફૂંકાય છે ત્યારે ઠંડી હોય છે. ત્યારબાદ દરિયામાંથી પવન ફૂંકાતા ગરમીમાં વધારો થાય છે. હવે વાતાવરણ એ રીતે બદલાઈ રહ્યું છે કે મહારાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ પડી શકે છે.
આમ પ્રદૂષણને કારણે વાતાવરણ ખોરવાઈ ગયું છે.
