ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
પશ્ચિમ બંગાળમાં આજથી રાજ્ય બોર્ડ 10મા ધોરણની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે.
આ પરીક્ષાઓમાં 6,21,931 વિદ્યાર્થીનીઓ અને 4,96,890 વિદ્યાર્થીઓ હિસ્સો લઈ રહ્યા છે.
જોકે આ વખતે આ પરીક્ષા એટલા માટે ચર્ચામાં છે કારણ કે, રાજ્ય સરકારે પરીક્ષા દરમિયાન સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી.
સત્તાવાર આદેશ દ્વારા કોઈ પણ પરીક્ષા દરમિયાન ઈન્ટરનેટ બંધ કરવાનો આ દેશનો આવા પ્રકારનો પ્રથમ બનાવ છે.
રાજ્ય સરકારના આદેશ પ્રમાણે માર્ચની 7, 8, 9, 11, 12, 14 અને 16 તારીખો દરમિયાન ઈન્ટરનેટ બંધ રહેશે.
ઈન્ટરનેટ સેવાઓ બંધ રહેવાની અવધિ સવારના 11:00 વાગ્યાથી બપોરના 3:15 વાગ્યા સુધીની રહેશે.
માનવામાં આવે છે કે બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ ચીટિંગ ન કરી શકે તે માટે આવું કરવામાં આવી રહ્યું છે.
