Site icon

બંગાળમાં ફરી હંગામો- મમતા દીદી વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન બન્યું હિંસક- પોલીસની ગાડીમાં આગ- પથ્થરમારો- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળ(West Bengal)માં મમતા સરકાર(Mamata Banerjee Govt) વિરુદ્ધ ‘સચિવાલય ચલો’નો નારો આપનારી ભારતીય જનતા પાર્ટી(Bhartiya Janta Party)એ રાજધાની કોલકત્તા(kolkata)માં જોરદાર પ્રદર્શન(Protest) કર્યું છે.

Join Our WhatsApp Community

 

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભાજપે મંગળવારે કોલકત્તામાં સચિવાલય સુધી માર્ચ બોલાવી હતી. ભાજપે(BJP) આ માર્ચ મમતા સરકાર વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચાર મામલાને લઈને બોલાવી હતી. કોલકત્તામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા(BJP workers)ઓ ઉમટી પડ્યા અને પોલીસે તેમને સચિવાલય જતા રોકવા માટે બેરિકેડસ(Bericades) લાગવી દીધા હતા. તેનો વિરોધ કરતા ભાજપના કાર્યકર્તાઓ ઉગ્ર થઈ ગયા અને અંતમાં મામલો પથ્થરમારા(stone pelting) સુધી પહોંચી ગયો છે.

 આ સમાચાર પણ વાંચો : શહેનાઝ ગિલ છે કરોડોની માલકીન- એક ઇન્સ્ટા પોસ્ટ માટે કરે છે અધધ એટલો ચાર્જ-જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

પોલીસે પ્રદર્શન કાઢી રહેલા વિપક્ષના નેતા શુવેન્દુ અધિકારી(Suvendu Adhikari), સાંસદ લોકેટ ચેટર્જી(MP Loket Chaterjee) અને રાહુલ સિન્હા(Rahul Sinha) સહિત તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને કસ્ટડીમાં લીધા છે. તેમને કોલકાતાના લાલબજાર(Lal Bajar)માં સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવ્યા છે.  

દરમિયાન બડા બજાર(Bada Bajar) પોલીસ સ્ટેશનમાં પોલીસની ગાડીને પણ આગના હવાલે કરી દેવાના સમાચાર છે. હાવડા(Havda)માં સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તેમ જ રાનીગંજ(Raniganj) રેલવે સ્ટેશન બહાર ભાજપ(BJP)ના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે. તેના જવાબમાં પોલીસે ટિયર ગેસના સેલ અને પાણીનો મારો ચલાવ્યો હતો.  

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version