News Continuous Bureau | Mumbai
સરકારી દસ્તાવેજોમાં (legal document) ઘણી વાર નામની સાથે ગરબડ થઈ જતી હોય છે. દરમિયાન પશ્ચિમ બંગાળ (West Bengal) ના એક શખ્સ સાથે પણ એવું જ કઈંક થયું છે. જેમાં એક અક્ષરની ભૂલના કારણે તેના નામનો અર્થનો અનર્થ થઈ ગયો. રાશન કાર્ડમાં થયેલી આ ભૂલથી (mistake in Name) આ શખ્સ એટલો નારાજ થઈ ગયો કે, અધિકારી સામે ભોંકવા લાગ્યો હતો. હવે આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે.
क्या गज़ब का प्रोटेस्ट है!
राशन कार्ड में सरनेम ‘दत्ता’ (Dutta) की जगह ‘कुत्ता’ (Kutta) लिख दिया तो दत्ता साहब ने कुत्ते की आवाज़ निकाल कर अधिकारी को घेरा! 😃
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) November 19, 2022
વાયરલ વીડિયો (Viral Video) માં જોઈ શકાય છે કે એક શખ્સ તેના હાથમાં કાગળ (Document) લઈ અધિકારીની ગાડી સાથે ભાગી રહ્યો છે. અને પછી તે અધિકારીને જોઈને ભોંકે (Bark) છે. ત્યારબાદ તેમને કાગળ બતાવે છે. જોકે થોડી ક્ષણો માટે આ શખ્સની આ પ્રકારની હરકત જોઈ આજૂબાજૂના લોકો હેરાન રહી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો: આ રીતે ટૂટ્યો 154 વર્ષ જુનો કર્ણાક બંદર બ્રિજ અને ઇતિહાસજમા થયો, પરંતુ આ અઘરું કામ શી રીતે પાર પાડવામાં આવ્યું. – જુઓ ફોટોગ્રાફ અને વિડિયો
પ્રાપ્ત વિગતો અનુસાર રાશન કાર્ડમાં આ શખ્સનું નામ ખોટી રીતે છપાઈને આવ્યું હતું. શ્રીકાંત કુમાર ‘દત્તા’ ની જગ્યાએ ‘કુત્તા’ લખાઈને આવ્યું હતું. કેટલીય વાર નામ ઠીક કરવાની કોશિશ કરી પણ તેમને સફળતા મળી નહીં. આ વાત પર શખ્સ નારાજ થઈ ગયો અને હાથમાં કાગળ લઈ અધિકારીની ગાડી પાસે આવીને ભોંકવા લાગ્યો હતો.
Join Our WhatsApp Community