ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
એક તરફ આજની તારીખમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે બીજી તરફ દરેક લોકોની નજર એ વાત પર સ્થિર થઈ છે કે, શું આ છ ચરણની ચૂંટણીમાં ભાજપ જીતશે? હવે આ સંદર્ભે દિશા નિર્દેશ દેખાડતા એક્ઝિટ પોલના મત સામે આવ્યા છે.
સી વોટરના ઓપિનિયન પોલ જાહેર કરાયા છે.જેમાં તેમણે દાવો કર્યો છે કે બંગાળમાં ફરી એક વખત મમતા બેનરજીની સરકાર આવશે. સી વોટર ના એક સર્વે અનુસાર,કેરળમાં ડાબેરીઓનું વર્ચસ્વ ફરી આવશે,તો આસામમાં યુપીએને નુકસાન થવાની સંભાવના છે. ત્યાં બીજી બાજુ પોંડિચેરીમાં યુપીએને ૭થી ૧૧ બેઠક મળવાની શક્યતા છે.
આમ એક્ઝિટ પોલ નું માનીએ તો પશ્ચિમ બંગાળમાં પરિવર્તન નહીં થાય, અને મમતા બેનરજીની સરકાર જ ચાલુ રહેશે.જો કે આ દાવાઓને ભાજપે વખોડી કાઢયા છે. હવે જોવાનું એ છે કે, હવામાન વિભાગના વરસાદની આગાહી જેવા એક્ઝિટ પોલ,'ગાજ્યા મેઘ વરસે નહિ' ઉક્તિ પ્રમાણે ખરા ઉતરે છે કે નહીં?