Site icon

West Bengal Violence:મણિપુર બાદ હવે આ રાજ્યમાં ભડકી હિંસા, ઘણા વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ સહિત મોટુ પોલીસ દળ તૈનાત; ઈન્ટરનેટ સેવા પણ બંધ…

West Bengal Violence: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેર અને આસપાસના વિસ્તારોમાં કોમી અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. મુર્શિદાબાદના બેલડાંગા વિસ્તારમાં લોકોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેના પગલે અધિકારીઓએ આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લગાવ્યા છે.

West Bengal Violence Six injured, 17 arrested as clashes erupt between two communities at Beldanga in West Bengal

West Bengal Violence Six injured, 17 arrested as clashes erupt between two communities at Beldanga in West Bengal

News Continuous Bureau | Mumbai

West Bengal Violence:મણિપુર બાદ હવે પશ્ચિમ બંગાળનો મુર્શિદાબાદ જિલ્લો ફરી એકવાર સાંપ્રદાયિક હિંસાને લઈને સમાચારોમાં છે. મુર્શિદાબાદના બેલડાંગા વિસ્તારમાં લોકોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેના પગલે અધિકારીઓએ આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લગાવ્યા છે.  મળતી માહિતી મુજબ, આ અથડામણ ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર કથિત વાંધાજનક મેસેજને લઈને થઈ હતી. આ અથડામણમાં પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે. ચાલો જાણીએ આ સમગ્ર મામલા વિશે.

Join Our WhatsApp Community

West Bengal Violence:અથડામણમાં 15 લોકોની ધરપકડ

મીડિયા રિપોર્ટ મુજબ બેલડાંગામાં થયેલી અથડામણમાં કેટલાક લોકોને સામાન્ય ઈજા થઈ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. કાર્તિક પૂજા પંડાલ પાસેના ગેટ પર લગાવેલા ડિસ્પ્લે બોર્ડ પર લખેલા મેસેજ વિશે એક જૂથના લોકોને જાણ થતાં બંને જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં કથિત રીતે સામેલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Iran New Supreme leader : ઈરાનની રાજનીતિમાં મોટા બદલાવના સંકેત, સુપ્રીમ લીડર ખામેનીએ આ વ્યક્તિને બનાવ્યા ઉત્તરાધિકારી

West Bengal Violence: દેશી બનાવટના બોમ્બનો પણ ઉપયોગ 

વિવાદ બાદ એક જૂથ એકત્ર થઈ ગયું અને અથડામણ શરૂ થઈ. આ દરમિયાન બંને તરફથી એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઘણી દુકાનો અને ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને દેશી બનાવટના બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અથડામણમાં પોલીસના વાહન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસે ભીડ પર લાઠીચાર્જ કર્યો હતો. સવાર સુધીમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી પરંતુ વિસ્તારમાં તણાવ યથાવત છે.

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version