Site icon

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા 10 ટ્રેનોનું અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર સ્ટોપેજ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 10 ટ્રેનોને અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Northern Railway Traffic Affected

Northern Railway Traffic Affected

News Continuous Bureau | Mumbai   

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 10 ટ્રેનોને અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે: (મુસાફરી શરૂ થયાની તારીખથી)

Join Our WhatsApp Community

1. ટ્રેન સંખ્યા 20936/20935 ઇન્દોર-ગાંધીધામ એક્સપ્રેસનું સામાખ્યાલી સ્ટેશન પર સ્ટોપેજ
ટ્રેન સંખ્યા 20936 ઇન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ 7 સપ્ટેમ્બર 2025થી સામાખ્યાલી સ્ટેશન પર 12.40 કલાકે આગમન તથા 12.42 કલાકે પ્રસ્થાન કરશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 20935 ગાંધીધામ-ઇન્દોર એક્સપ્રેસ 8 સપ્ટેમ્બર 2025 થી સામાખ્યાલી સ્ટેશન પર 19.10 કલાકે આગમન તથા 19.12 કલાકે પ્રસ્થાન કરશે.

2. ટ્રેન સંખ્યા 16534/16533 બેંગલુરુ-ભગત કી કોઠી સાપ્તાહિક એક્સપ્રેસનું મહેસાણા સ્ટેશન પર સ્ટોપેજ
ટ્રેન સંખ્યા 16534 બેંગલુરુ-ભગત કી કોઠી એક્સપ્રેસ 7 સપ્ટેમ્બર 2025 થી મહેસાણા સ્ટેશન પર 06.50 કલાકે આગમન તથા 06.52 કલાકે પ્રસ્થાન કરશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 16533 ભગત કી કોઠી-બેંગલુરુ એક્સપ્રેસ 10 સપ્ટેમ્બર 2025 થી મહેસાણા સ્ટેશન પર 12.22 કલાકે આગમન તથા 12.24 કલાકે પ્રસ્થાન કરશે.

આ સમાચાર પણ વાંચો :Northern Railway: ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં બ્રિજ નંબર 17 પર મિસઅલાઇમેન્ટ થવાના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત

3. ટ્રેન સંખ્યા 16312/16311 તિરુવનંતપુરમ-શ્રીગંગાનગર સાપ્તાહિક એક્સપ્રેસનું મહેસાણા સ્ટેશન પર સ્ટોપેજ
ટ્રેન સંખ્યા 16312 તિરુવનંતપુરમ-શ્રીગંગાનગર એક્સપ્રેસ 6 સપ્ટેમ્બર 2025 થી મહેસાણા સ્ટેશન પર 08.38 કલાકે આગમન અને 08.40 કલાકે પ્રસ્થાન કરશે.તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 16311 શ્રીગંગાનગર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ 9 સપ્ટેમ્બર 2025થી મહેસાણા સ્ટેશન પર 05.45 કલાકે આગમન અને 05.47 કલાકે પ્રસ્થાન કરશે.

4. ટ્રેન નંબર 12216/12215 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા ગરીબરથનુ મહેસાણા સ્ટેશન પર સ્ટોપેજ
ટ્રેન સંખ્યા 12216 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ 3 સપ્ટેમ્બર 2025થી મહેસાણા સ્ટેશન પર 20.42 કલાકે આગમન અને 20.44 કલાકે પ્રસ્થાન કરશે.એ જ રીતે, ટ્રેન સંખ્યા 12215 દિલ્હી સરાય રોહિલા-બાંદ્રા ટર્મિનસ ગરીબરથ એક્સપ્રેસ 4 સપ્ટેમ્બર 2025થી મહેસાણા સ્ટેશન પર 22.05 કલાકે આગમન અને 22.07 કલાકે પ્રસ્થાન કરશે.

5. ટ્રેન સંખ્યા 14311 બરેલી-ભુજ એક્સપ્રેસનું માલિયા-મિયાણા સ્ટેશન પર સ્ટોપેજ
ટ્રેન સંખ્યા 14311 બરેલી-ભુજ આલા હઝરત એક્સપ્રેસ 04 સપ્ટેમ્બર 2025થી માલિયા-મિયાણા સ્ટેશન પર 06.43 કલાકે આગમન અને 06.45 કલાકે પ્રસ્થાન કરશે.

6. ટ્રેન સંખ્યા 22915 બાંદ્રા ટર્મિનસ-હિસાર એક્સપ્રેસનું સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ
ટ્રેન નંબર 22915 બાંદ્રા ટર્મિનસ-હિસાર એક્સપ્રેસ 8 સપ્ટેમ્બર 2025 થી સિદ્ધપુર સ્ટેશન પર 21.23 કલાકે આગમન તથા 21.25 પ્રસ્થાન કરશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version