Site icon

Western railway : રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 5 રેલવે કર્મચારી સન્માનિત

Western railway : પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી સુધીર કુમાર શર્માએ મંડળના 05 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં ઉત્કૃષ્ટ કામ અમલીકરણ માટે સન્માનિત કર્યા.

Western railway 5 railway employees honored for outstanding work in railway safety

Western railway 5 railway employees honored for outstanding work in railway safety

News Continuous Bureau | Mumbai

Western railway : પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી સુધીર કુમાર શર્માએ મંડળના 05 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં ઉત્કૃષ્ટ કામ અમલીકરણ માટે સન્માનિત કર્યા. આ રેલવે કર્મચારીઓને ડ્યૂટી દરમિયાન તેમની સજાગતા અને સતર્કતાને કારણે અમંગળ ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન માટે પ્રમાણ-પત્ર અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કર્યા.

Join Our WhatsApp Community

વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી ઉમેશ પ્રસાદ મુજબ સર્વશ્રી ગોપાલ લાલ બૈરવા સ્ટેશન માસ્ટર વાઘપુરા, મુનીરામ મીણા લોકો પાયલોટ (ગુડ્ઝ) ગાંધીધામ, આનંદ કુમાર સ્ટેશન માસ્ટર સુરબારી, વિક્રમ સિંહ કાંટેવાલા ભદ્રેશ્વર રોડ અને શ્રી કામેન્દ્ર યાદવ કાંટેવાલા સામખ્યાળીને અમંગળ ઘટનાઓ જેમ કે વેગનોના એચએસ સ્પ્રિંગમાં ક્રેક દેખાવી, વેગનોમાં તણખા દેખાવા, વેગનમાં એડૉપ્ટર ફરી ગયેલું મળવું, વેગનથી ધુમાડો નીકળતો દેખાવા વગેરે જેવી ઘટનાઓમાં તરત જ યોગ્ય કાર્યવાહી કરીને સંભવિત નુકસાનથી બચાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Rail Fares Hike : યાત્રીઓને મોટો ઝટકો.. રેલવે આ તારીખથી ભાડું વધારવાની તૈયારીમાં, એસી-નોન એસી ટ્રેનની મુસાફરી મોંઘી થશે..

મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માએ આ સતર્ક સંરક્ષા રેલવે રક્ષકોનો ઉત્સાહ વધાર્યો અને કહ્યું કે યાત્રીઓની સંરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારી પોતાની ડ્યૂટી દરમિયાન સજાગતા અને સતર્કતાથી કામ કરે છે તો અમને સલામત ટ્રેન વર્કિંગમાં મદદ થાય છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version