News Continuous Bureau | Mumbai
Western Railway પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે સપ્ટેમ્બર 2025માં ઉત્તમ કામગીરી કરીને એક નવી સિદ્ધિ નોંધાવી છે. મંડળે આ અવધિ દરમ્યાન માલવહન, મુસાફરી સેવાઓ, પાર્સલ, લીઝિંગ અને બિનભાડા આવક જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરીને ₹763 કરોડથી વધુની રાજસ્વ મેળવી છે. આ સિદ્ધિ મંડળની સંગઠિત કાર્યશૈલી, યોજના બદ્ધ રણનીતિ અને ટીમની ભાવનાનું પરિણામ છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે આ સફળતા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ આ જ ગતિ જાળવી રાખવા માટે પ્રેરણા આપી.
માલ વહન ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન
અમદાવાદ મંડળે માલ વહનમાંથી ₹595.16 કરોડની આવક મેળવી, જે નિર્ધારિત લક્ષ્ય ₹569.57 કરોડથી વધુ છે। આ મહિને 24 સપ્ટેમ્બર 2025ના રોજ એક જ દિવસે ₹25.94 કરોડની માલ આવક અને 95 રેકની લોડિંગ નોંધાઈ – જે ચાલુ આર્થિક વર્ષની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ રહી. ભીમાસર, ખોડિયાર, હળવદ અને કાંકરિયા જેવા મુખ્ય ગુડ્સ શેડ્સે અત્યાર સુધીનું સર્વોત્તમ પ્રદર્શન કર્યું
IFFCO, BPC તથા અન્ય ખાનગી સાઇડિંગ્સમાંથી પણ રેકોર્ડ માલઆવક મળી.નવી વસ્તુઓ જેમ કે મસૂર દાળ, ખાતર વગેરે તથા નવા ગંતવ્યો પર લોડિંગથી ₹3.5 કરોડથી વધુ વધારાની આવક પ્રાપ્ત થઈ।
કાંકરિયા, કંડલા, હિંમતનગર અને ગાંધીધામથી સોડા એશ, પેટકોક, ઘઉં, ઔદ્યોગિક મીઠું, ખાતર અને ખાદ્ય તેલ જેવી વસ્તુઓની રેકસ લોડ કરીને મંડળે વધારાની આવક હાંસલ કરી.
પાર્સલ અને લીઝિંગ ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ
પાર્સલ તથા લીઝિંગ ક્ષેત્રમાં પણ અમદાવાદ મંડળે બહેતર પ્રદર્શન કર્યું.ઈ-ઓક્શન દ્વારા 7 સંપત્તિઓને દીર્ધકાલીન તથા 1 સંપત્તિને અલ્પકાલીન અવધિ માટે લીઝ પર આપવામાં આવી જેનાથી ₹3.52 કરોડની આવક સુનિશ્ચિત થઈ.
આ ઉપરાંત, રેપિડ કાર્ગો સેવા અંતર્ગત 21 સપ્ટેમ્બર 2025થી કાંકરિયા ગુડ્સ શેડથી સંક્રેલ ગુડ્સ ટર્મિનલ યાર્ડ (પશ્ચિમ બંગાળ) વચ્ચે નવી ટાઇમટેબલ પાર્સલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી. આ સેવા દર રવિવારે ઉપલબ્ધ છે. અત્યાર સુધી બે ટ્રિપ્સ સંચાલિત કરવામાં આવી છે, જેમાં કુલ 510.59 ટન માલનું પરિવહન કરી ₹27.66 લાખની રાજસ્વ મેળવવામાં આવી.
બિનભાડા આવકમાં નવીનતા અને વૃદ્ધિ
બિનભાડા આવક ક્ષેત્રમાં પણ અમદાવાદ મંડળે નવીનતા અને યોજનાબદ્ધ પ્રયત્નો દ્વારા વૃદ્ધહઈ નોંધાવી છે. સ્ટેશનો તથા ટ્રેનોમાં જાહેરાતના કરારોથી આવકમાં વધારો થયો.
મહેસાણા સ્ટેશન પર “રેલ કોચ રેસ્ટોરન્ટ” જેવી નવીન વિચારધારાને સફળતાપૂર્વક અમલમાં મૂકીને ₹1.07 કરોડનો કરાર મેળવવામાં આવ્યો.
આ સમાચાર પણ વાંચો : Narendra Modi: જાણો કેમ આજનો દિવસ નરેન્દ્ર મોદી માટે છે ખાસ, PM એ 25 વર્ષ જૂની તસવીર શેર કરી કહી આવી વાત
યાત્રી સેવાઓ, ટિકિટ ચેકિંગ અને વિશેષ પહેલ
યાત્રી સેવાઓ તથા ટિકિટ ચેકિંગ ક્ષેત્રમાં પણ અમદાવાદ મંડળે નોંધપાત્ર કામગીરી કરી છે. ટિકિટ ચેકિંગ દ્વારા ₹1.90 કરોડની આવક મેળવવામાં આવી.
સાબરમતી સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે રેડિયો ટેક્સી (એપ આધારિત કેબ/ઓટો/બાઈક સેવા) કરારથી ₹0.50 કરોડની આવકની વ્યવસ્થા કરવામાં આવી.
વિવિધ સ્ટેશનો પર વિશેષ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યા, જેમાં 2435થી વધુ અનિયમિત મુસાફરીના કેસોમાં ₹16.91 લાખનો દંડ વસૂલવામાં આવ્યો .
તહેવારોને ધ્યાનમાં રાખીને 4 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે તથા અનેક ટ્રેનોને નવા સ્ટોપ આપવામાં આવ્યા છે, જેથી મુસાફરોને વધુ સુવિધા મળી રહી છે.
પાર્કિંગ અને ખાનપાન સેવાઓથી વધારાની આવક
અસારવા અને પાલનપુર સ્ટેશનો પર “પે-એન્ડ-પાર્ક” કરારોથી અનુક્રમે ₹0.45 કરોડ અને ₹0.19 કરોડની આવક સુનિશ્ચિત કરવામાં આવી. આથી મુસાફરોને સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધાઓ મળી અને રેલવેને વધારાની રાજસ્વ પ્રાપ્ત થઈ.
આ તમામ સિદ્ધિઓ દ્વારા અમદાવાદ મંડળને રેલવેની રાજસ્વ, સેવાઓ અને યાત્રી સુવિધાઓને નવી ઊંચાઈઓએ પહોંચાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. મંડળ નિરંતર વિકાસના માર્ગે આગળ વધીને ભારતીય રેલવેની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.