Western Railway : મુસાફરોને નહીં થાય અસુવિધા, પશ્ચિમ રેલવે દ્વારા વટવા-હુબલી સ્પેશ્યલ ટ્રેનના ફેરા વિસ્તૃત

Western Railway : અમદાવાદ મંડળથી ઉપડતી વટવા-હુબલી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનના ફેરાને વિશેષ ભાડા સાથે સમાન સંરચના, સમય, સ્ટોપેજ તથા માર્ગ પર વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

by kalpana Verat
Western Railway extends the routes of Vatva-Hubli special train

News Continuous Bureau | Mumbai

Western Railway : 

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી ઉપડતી વટવા-હુબલી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનના ફેરાને વિશેષ ભાડા સાથે સમાન સંરચના, સમય, સ્ટોપેજ તથા માર્ગ પર વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગત નીચે મુજબ છે:

ટ્રેન સંખ્યા 07334/07333 વટવા-હુબલી-વટવા સ્પેશ્યલ

ટ્રેન સંખ્યા 07334 વટવા-હુબલી સ્પેશ્યલ, જેને અગાઉ 16 જૂન 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 14 જુલાઈ 2025 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે ટ્રેન સંખ્યા 07333 હુબલી-વટવા સ્પેશ્યલ, જેને અગાઉ 15 જૂન 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 13 જુલાઈ 2025 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad plane crash updates: અમદાવાદ વિમાન દુર્ઘટના: વિમાનના બ્લેક બોક્સને ક્યાં ડીકોડ કરવામાં આવશે;AAIB નક્કી કરશે, સરકારે કરી સ્પષ્ટતા..

ટ્રેન સંખ્યા 07334 ના વિસ્તૃત ફેરાઓની બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી ની વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More