Western Railway : મે 2025 માં મેસર્સ મારુતિ સુઝૂકી,જીસીટી બેચરાજી એ કર્યું અત્યાર સુધી નું સર્વશ્રેષ્ઠ લોડિંગ

Western Railway : પશ્ચિમ રેલવે ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે કાર્યક્ષમ અને ટકાઉ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સનેનું સુવિધા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. બેચરાજી ખાતે મેસર્સ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ (જીસીટી) એ મે 2025 માં તેના અત્યાર સુધીનું સૌથી વધુ માસિક લોડિંગ રેકોર્ડ કર્યું છે

Western Railway Ms Maruti Suzuki, GCT Becharaji achieved their best ever loading in May 2025

 News Continuous Bureau | Mumbai

Western Railway : મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટે ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન પ્રધાનમંત્રીના દેશની આગામી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓના નિર્માણના નિરંતર પ્રયાસોનું પરિણામ છે જે જીવનને સરળ બનાવવાની સાથે–સાથે વ્યાપાર કરવામાં પણ સરળતા લાવે છે. આ પ્રકાર ની મલ્ટી-મોડલ કનેક્ટિવિટી લોગો,વસ્તુઓ અને સેવાઓ ને એક પરિવહન ના સાધન થી બીજાં માં લઈ જવા માટે અકીકૃત અને નિર્બાધ કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ તર્જ પર કાર્ય કરતાં પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ નવીન પ્રયાસોના સકારાત્મક પરિણામ સામે આવવા લાગ્યા છે અને તેના ફળસ્વરૂપ મંડળ ને સફળતાનો બીજો એક મહત્વપૂર્ણ પડાવ હાંસલ કર્યો છે.

Join Our WhatsApp Community

Western Railway Ms Maruti Suzuki, GCT Becharaji achieved their best ever loading in May 2025

મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માના દૂરંદેશી નેતૃત્વ, સક્ષમ માર્ગદર્શન અને ઉર્જાવાન પ્રેરણાના ફળસ્વરૂપ આ મોટી સિદ્ધિ શક્ય બની છે. અમદાવાદ મંડળ દ્વારા લેવામાં આવેલા અસરકારક પગલાંથી માલવાહક ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે અને મંડળ સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચવાના માર્ગ પર નિરંતર અગ્રેસર રહ્યું છે. આ મહાન પ્રયાસો દ્વારા મંડળ દેશના અર્થતંત્રની બહુઆયામી પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

પશ્ચિમ રેલવે ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે કાર્યક્ષમ અને ટકાઉ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સનેનું સુવિધા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. બેચરાજી ખાતે મેસર્સ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ (જીસીટી) એ મે 2025 માં તેના અત્યાર સુધીનું સૌથી વધુ માસિક લોડિંગ રેકોર્ડ કર્યું છે, જે ઓપરેશનલ કાર્યક્ષમતા અને આવક નિર્માણમાં નવા માનક સ્થાપિત કરે છે.

બેચરાજી ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ જેને 15 માર્ચ 2023 ના રોજ ચાલુ કરવામાં આવ્યું હતું, મોટર વાહનોના પરિવહન માટે એક પ્રમુખ લોજિસ્ટિક હબ તરીકે વિકસિત થયું છે. ટર્મિનલ દર મહિને 100 થી વધુ રેક સંભાળે છે અને ગુડગાંવ, ફારુખનગર, બેંગલોર જેવા પ્રમુખ ગંતવ્યો ની સાથે સાથે પીપાવાવ પોર્ટ ના માધ્યમ થી નિર્યાત માટે વાહનો ને મોકલે છે.પરિવહન એનએમજી વેગનો અને ખાનગી માલિકી ના બીસીએસીબીએમ વેગનો નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. મે 2025 માં, ટર્મિનલ ના 124 રેક નો રેકોર્ડ ડિસ્પેચ પ્રાપ્ત કર્યું. જેનાથી રૂ. 20.02 કરોડ ની આવક પ્રાપ્ત થઈ છે. તે સપ્ટેમ્બર 2024 માં નોંધાયેલા 116 રેક અને રૂ. 18.76 કરોડ ના પાછલા સર્વશ્રેષ્ઠ આવક ને પાર કર્યું .

આ સમાચાર પણ વાંચો:  India Alliance Meeting :ઓપરેશન સિંદૂર મામલે I.N.D.I.A બ્લોકની બેઠક, 16 વિપક્ષી પાર્ટીઓએ PM સમક્ષ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની કરી માંગ; આ પક્ષોએ બનાવી દુરી..

અમદાવાદ મંડળ ના સમગ્ર પ્રદર્શન માં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, જેણે 154 રેક ની પોતાની અત્યાર સુધી ની સર્વશ્રેષ્ઠ માસિક ઑટોમોબાઇલ લોડિંગ પ્રાપ્ત કરી જેના પરિણામસ્વરૂપ મે 2025 માં રૂ. 22.91 કરોડ ની આવક પ્રાપ્ત થઈ. આ નોંધપાત્ર પ્રદર્શન ભારતીય રેલવે અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ ના વચ્ચે મજબૂત પાર્ટનરશિપને દર્શાવે છે અને મલ્ટીમોડલ કાર્ગો મુવમેન્ટ અને આર્થિક વિકાસ ને પ્રોત્સાહન આપવામાં ગતિ શક્તિ પહેલની અસરકારકતાને રેખાંકિત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version