Site icon News Continuous Bureau | Mumbai

Western Railway: મુસાફરોની સુવિધામાં વધારો.. પશ્ચિમ રેેલવેે દ્વારા આ બે ટ્રેનોને વધારાનું સ્ટોપેજ અપાયું, જાણો વિગતે…

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-જયપુર એક્સપ્રેસના સિદ્ધપુર સ્ટેશન પર અને પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસનું મહેસાણા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ

Western Railway: The Porbandar Muzaffarpur Express Train Will Stop At Mehsana Station

Western Railway: The Porbandar Muzaffarpur Express Train Will Stop At Mehsana Station

News Continuous Bureau | Mumbai    
Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નં. 19573/19574 ઓખા-જયપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ નું સિદ્ધપુર સ્ટેશન પર અને ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન ના મહેસાણા સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન નો 14 ઓગસ્ટ 2023 થી સિદ્ધપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 06.29/06.31 કલાકે અને ટ્રેન નંબર 19574 જયપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો 15 ઓગસ્ટ 2023 થી સિદ્ધપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 01.56/01.58 કલાકનો રહેશે.

આ સમાચાર પણ વાંચો : Bindeshwar Pathak : સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ..

Join Our WhatsApp Channel

ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો 17 ઓગસ્ટ 2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 04.38/04.40 કલાકે અને ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન નો 13 ઓગસ્ટ 2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 03.45/03.47 કલાકનો રહેશે.

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version