ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 જુલાઈ 2020
હવેથી મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવેશ કરવા માટે તમારી પાસે ક્યુ આર કોડ હોવો જરૂરી રહેશે. લોકડાઉનમાં રાહત આપતી વખતે, જીવન જરૂરીયાત સેકટર સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે રાજ્ય સરકારની વિનંતીથી, 15 જુનથી ઉપનગરીય સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ, આ ટ્રેનોમાં સવાર લોકો 'સામાજિક અંતર' જાળવી શકતાં ન હતાં. આથી રાજ્ય સરકાર સાથેની પહેલી મીટિંગમાં રેલવે પ્રશાસને માંગ કરી હતી કે તમામ જરૂરી કામદારોને ક્યૂઆર કોડના આધારે ઓળખકાર્ડ આપવામાં આવે. જેથી જે લોકો બનાવટી કાર્ડ લઈને ફરતા હશે તે રેલ્વે માં પ્રવેશ નહીં કરી શકે. પશ્ચિમ રેલ્વેએ 20 જુલાઈથી તેનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. રેલ્વેએ પણ રેલ્વેના રાજ્ય કર્મચારીઓને ક્યૂઆર કોડવાળું ઓળખ પત્ર વહેલી તકે આપવા જણાવ્યું છે.
નોંધનીય છે કે મેટ્રોની જેમ ઉપનગરીય રેલ્વે સ્ટેશનો પર કોઈ 'એક્સેસ કંટ્રોલ' સિસ્ટમ ન હોવાથી, શોર્ટકટ દ્વારા કોઈપણ રેલ્વે સ્ટેશનોમાં પ્રવેશ કરી શકે છે. બીજીબાજુ ટ્રેન શરૂ થઈ ત્યારે રાજ્ય સરકારે પણ જરૂરી કર્મચારીઓને 'ક્યૂઆર' કોડના આધારે ઓળખકાર્ડ આપવાનું વચન આપ્યું હતું. તેથી, વેસ્ટર્ન રેલ્વે હવે 20 જુલાઇથી ક્યૂઆર કોડ આઈડી વિના ટ્રેનમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભે, રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, 'સામાજિક અંતર' જાળવવા ક્યુઆર કોડ આધારિત ઓળખ બંને, મુસાફરો તેમજ રેલ્વેના સુરક્ષા ગાર્ડ માટે ફાયદાકારક છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com