News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ તેમ જ સુવિધાને ધ્યાનમાં રખીને ભુજ અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે દ્વિ-સાપ્તાહિક સમય સ્પેશિયલ ટ્રેન ( Special Train ) ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ નીચે મુજબ છે :-
Western Railway: ટ્રેન નંબર 09407/09408 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ (કુલ 36 ફેરા)
ટ્રેન નંબર 09407 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ( Bhuj-Delhi Sarai Rohilla special train ) 30 એપ્રિલ 2024થી 28 જૂન 2024 સુધી મંગળવાર અને શુક્રવારે ભુજથી સાંજના 17.00 વાગ્યે રવાના થઇને બીજા દિવસે બપોરના 12:20 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09408 દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ સ્પેશિયલ 01 મે 2024થી 29 જૂન 2024 સુધી દર બુધવાર અને શનિવારે દિલ્હી સરાય રોહિલ્લાથી ( Delhi Sarai Rohilla ) બપોરના 15:00 કલાકે રવાના થઇને બીજા દિવસે 11:30 વાગ્યે ભુજ પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : Heatwave: હીટવેવથી પશુધનનું રાખો ખાસ ધ્યાન, જાણો કેવી રીતે પશુપાલકો અને ખેડૂતોએ લેવી વિશેષ કાળજી.
રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભાભર, ભીલડી, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં. બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી ગુડગાંવ અને દિલ્હી કૈંટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી. થર્ડ એસી, સ્લીપર તેમ જ જનરલ કલાસના કોચ હશે.
ટ્રેન નંબર 09407નું બુકિંગ 19 એપ્રિલ 2024થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઇઆરસીટીસીની ( IRCTC ) વેબસાઇટ પર શરૂ થશે. બંને ટ્રેનોના પ્રસ્થાનનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in સાઇટ પરથી તપાસી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
