Festival Special Trains: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો

પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને પહોંચી વળવા માટે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

Festival Special Trains પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ

News Continuous Bureau | Mumbai

ટ્રેન નં. 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 15 ઓક્ટોબર 2025 થી 29 નવેમ્બર 2025 સુધી દર બુધવાર અને શનિવારે સાબરમતીથી 08.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 05.30 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 16 ઓક્ટોબર 2025 થી 30 નવેમ્બર 2025 સુધી દર ગુરુવાર અને રવિવારે હરિદ્વારથી 21:40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 21:30 વાગ્યે સાબરમતી પહોંચશે.

Join Our WhatsApp Community

Festival Special Trains માર્ગમાં બન્ને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડજંક્શન, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગરજયપુર, દૌસા, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી,ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 3 ટાયર ક્લાસ ના કોચ હશે.

આ સમાચાર પણ વાંચો : US-China Trade War: ટ્રમ્પના ચીન પર 100% ટેરિફથી ભારતના અર્થતંત્ર પર કેવી પડશે અસર? જાણો એક્સપર્ટ નો મત

ટ્રેન નં. 09472 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 13 ઓક્ટોબર 2025 થી 10 નવેમ્બર 2025 સુધી દર સોમવારે ગાંધીધામથી 20.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09471 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ 14 ઓક્ટોબર 2025 થી 11 નવેમ્બર 2025 સુધી દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી 12.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 01.30 વાગ્યે ગાંધીધામ પહોંચશે.
માર્ગમાં બન્ને દિશાઓમાં આ ટ્રેન સામાંખ્યાલી, હળવદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના કોચ હશે.

ટ્રેન નંબર 09425, 09472 અને 09471 માટે બુકિંગ 12 ઓક્ટોબર, 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version