Site icon

સુવિધા.. પશ્ચિમ રેલવે આ રૂટો વચ્ચે દોડાવશે સમર સ્પેશિયલ ટ્રેનો, એક ક્લિકમાં મેળવો ટ્રેનની વિગતવાર માહિતી

વેસ્ટર્ન રેલવે દોડાવશે ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન

Western Railway :ચક્રવાત 'બિપરજોય'ને કારણે કેટલીક વધુ કેટલીક ટ્રેનો પ્રભાવિત

Western Railway :ચક્રવાત 'બિપરજોય'ને કારણે કેટલીક વધુ કેટલીક ટ્રેનો પ્રભાવિત

 News Continuous Bureau | Mumbai

વેસ્ટર્ન રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સ્પેશિયલ ભાડું લઇને સાપ્તાહિક ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09461/09462 ગાંધીધામ-અમૃતસર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (12 ફેરા)

ટ્રેન નંબર 09461 ગાંધીધામ-અમૃતસર સ્પેશિયલ  ટ્રેન 26 મે થી 30 જૂન, 2023 સુધી દર શુક્રવારે ગાંધીધામથી સવારે 06:30 વાગ્યે પ્રસ્થાન કરી શનિવારે બપોરના 12:35 વાગ્યે અમૃતસર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09462 અમૃતસર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન 27 મે થી  01 જુલાઇ, 2023 સુધી દર શનિવારે અમૃતસરથી બપોરના 14:30 વાગ્યે પ્રસ્થાન કરી રવિવારે સાંજે 18:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન સામાખ્યાલી, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ભીલડી, રાનીવાજા, મારવાડ ભીનમાલ, મોદરન, ઝાલૌર, મોકલસર, સમઢડી, લૂણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, ડેગાના, છોટા ખાટૂ, ડીડવાના, લાડનૂ, સુજાનગઢ, રતનગઢ, ચૂરુ, સાદુલપુર, હિસાર, લુધિયાણા, જાલંધર અને બ્યાસ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ કમ સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ રહેશે.

આ સમાચાર પણ વાંચો: Mumbai : મુંબઈનો આ મહત્વનો ફ્લાયઓવર 1 જૂનથી બાઇક અને ભારે વાહનો માટે બંધ; વાહન ચાલકોને થશે હાલાકી..

ટ્રેન નંબર 09461નું બુકિંગ 23 મે, 2023થી યાત્રી રિઝર્વેશન કેન્દ્રો અને આઇઆરસીટીસની વેબસાઇટ પર શરૂ થશે. યાત્રીઓ ટ્રેનોના પરિચાલનના સમય, રોકાણ અને સંચરના સંબંધિત વિગતવાર જાણકારી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in  પર જઇને નિરીક્ષણ કરી શકે છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version