Western Railway : પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચાલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

by kalpana Verat
Western Railway Western Railway will run a special train between Sabarmati and Sultanpur.

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાઓ ને ધ્યાનમાં રાખીને સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચાલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેની વિગતો ની મુજબ છે

* ટ્રેન સંખ્યા 04215/04216 સાબરમતી-સુલ્તાનપુર–સાબરમતી સ્પેશિયલ ( કુલ 6 ટ્રીપ્સ)

ટ્રેન સંખ્યા 04215 સાબરમતી–સુલ્તાનપુર સ્પેશિયલ 14, 21 અને 28 જૂન 2025 (શનિવાર) ના રોજ સાબરમતીથી 08:50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજાં દિવસે 11:00 કલાકે સુલ્તાનપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 04216 સુલ્તાનપુર–સાબરમતી સ્પેશિયલ 13, 20 અને 27 જૂન 2025 (શુક્રવાર) ના રોજ સુલતાનપુરથી 04:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજાં દિવસે 07:30 કલાકે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા,પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગ્રા કૅન્ટ, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને લખનૌ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 15 સ્લીપર કોચ અને 3 જનરલ શ્રેણીના કોચ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  11 જુલાઈથી ફક્ત આ લોકો જ IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન પર બુક કરાવી શકશે તત્કાલ ટિકિટ

ટ્રેન નંબર 04215 માટે બુકિંગ 12 જૂન 2025થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વધુ વિગતો માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.\

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More