Site icon

Railway News : મુસાફરોની સુવિધામાં થશે વધારો, આ રેલવે લાઈન વિવિધ સ્થળો માટે દોડાવશે 4 જોડી હોળી સ્પેશિયલ ટ્રેનો..

Railway News : તેવી જ રીતે ટ્રેન નં. 09210 ભાવનગર - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 23 માર્ચ, 2024 શનિવારના રોજ ભાવનગરથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.05 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

Western Railway will run 4 pairs of Holi special trains to various destinations

Western Railway will run 4 pairs of Holi special trains to various destinations

 
Railway News : મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવાર દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વે વિવિધ સ્થળોએ વિશેષ ભાડા પર 4 જોડી વિશેષ ટ્રેનો ચલાવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 09209/09210 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ [2 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09209 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 24 માર્ચ, 2024 ને રવિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 11.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00.30 કલાકે ભાવનગર પહોંચશે.
તેવી જ રીતે ટ્રેન નં. 09210 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 23 માર્ચ, 2024 શનિવારના રોજ ભાવનગરથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.05 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, નડિયાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર જી, બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર ગુજરાત અને ભાવનગર પરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

2. ટ્રેન નંબર 01906/01905 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન [14 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી દર મંગળવારે 14.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.55 કલાકે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 19 માર્ચ, 2024 થી 30 એપ્રિલ, 2024 સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ કાનપુર સેન્ટ્રલથી દર સોમવારે 15.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 18 માર્ચથી 29 એપ્રિલ 2024 સુધી ચાલશે.
આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયIના, રૂપબાસ, ફતેહપુર સિકરી, આગ્રા ફોર્ટ, ટુંડલા અને ઇટાવા સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

3. ટ્રેન નંબર 04166/04165 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ [12 ટ્રીપ્સ]

 
ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી દર ગુરુવારે 14.10 કલાકે ઉપડશે અને આગ્રા કેન્ટ બીજા દિવસે 06.10 કલાકે પહોંચશે. આ ટ્રેન 21 માર્ચ 2024 થી 25 એપ્રિલ 2024 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ આગ્રા કેન્ટથી દર બુધવારે 20.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 20 માર્ચ, 2024 થી 24 એપ્રિલ, 2024 સુધી ચાલશે. 
 
આ સમાચાર પણ વાંચો : યુક્રેન પર રશિયાનો સૌથી મોટો હુમલો, ઓડેસામાં ઘાતક હુમલામાં આટલા લોકોના મોત, 50થી વધુ ઘાયલ.. જાણો વિગતે..
 
આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, રૂપબાસ અને ફતેહપુર સિકરી સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

4.  ટ્રેન નંબર 04168/04167 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ [12 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી દર સોમવારે 14.10 કલાકે ઉપડશે અને આગ્રા કેન્ટ બીજા દિવસે 06.30 કલાકે પહોંચશે. આ ટ્રેન 25 માર્ચ 2024 થી 29 એપ્રિલ 2024 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ આગ્રા કેન્ટથી દર રવિવારે 20.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 24 માર્ચ 2024 થી 28 એપ્રિલ 2024 સુધી ચાલશે. 
 
આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, રૂપબાસ અને ફતેહપુર સિકરી સ્ટેશનો પર ઉભી રહેશે.
 
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
 
ટ્રેન નંબર 09209, 09210, 01906, 04166 અને 04168 માટે બુકિંગ 16 માર્ચ, 2024 થી તમામ પી આર એસ કાઉન્ટર અને આઈ આર સી ટી સી ની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
 
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
 
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version