Site icon

Western Railway : પશ્ચિમ રેલવે અમદાવાદ અને ગાંધીધામથી દાનાપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે.

Western Railway: ટ્રેન નંબર 09413 ગાંધીધામ-દાનાપુર સ્પેશિયલને સામખિયાળી, ધ્રાંગધ્રા, વિરમગામ અને અમદાવાદ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

Western Railway will run a special train between Ahmedabad and Gandhidham to Danapur.

Western Railway will run a special train between Ahmedabad and Gandhidham to Danapur.

News Continuous Bureau | Mumbai

Western Railway : ઉનાળાની ઋતુમાં મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ-દાનાપુર અને ગાંધીધામ-દાનાપુર વચ્ચે વિશેષ ભાડા સાથે બે સ્પેશિયલ ટ્રેન ( Special Train ) દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Community

Western Railway: ટ્રેન નંબર 09413/09414 ગાંધીધામ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)

ટ્રેન નંબર 09413 ગાંધીધામ-દાનાપુર સ્પેશિયલ ( Gandhidham-Danapur Special train ) ગાંધીધામથી શુક્રવાર, 19 એપ્રિલ, 2024ના રોજ 11.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20.30 કલાકે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09414 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 20 એપ્રિલ, 2024 શનિવારના રોજ દાનાપુરથી 23.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 07.30 કલાકે અમદાવાદ પહોંચશે. રૂટ પર બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, મકસી, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર  રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ ના કોચ હશે.

ટ્રેન નંબર 09413 ગાંધીધામ-દાનાપુર સ્પેશિયલને સામખિયાળી, ધ્રાંગધ્રા, વિરમગામ અને અમદાવાદ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Dubai Flood: દુબઈમાં આટલો વરસાદ કેમ પડ્યો? વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેઓ ક્લાઉડ સીડિંગને કારણ માનતા નથી..

Western Railway : ટ્રેન નંબર 09421/09422 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)

ટ્રેન નંબર 09421 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ ( Ahmedabad-Danapur Special train ) અમદાવાદથી મંગળવાર, 23 એપ્રિલ 2024 ના રોજ 21.40 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 02.30 કલાકે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09422 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 25 એપ્રિલ 2024 ગુરુવારના રોજ દાનાપુરથી 05.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.00 કલાકે અમદાવાદ પહોંચશે. રૂટ પર બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ, છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર  રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ ના કોચ હશે.

ટ્રેન નંબર 09413 અને 09421 માટે ટિકિટનું બુકિંગ 18 એપ્રિલ, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version