News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. વિગતો નીચે મુજબ છે:
Western Railway : ટ્રેન નં. ૦૯૨૦૫/૦૯૨૦૬ પોરબંદર-આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ (૨-૨ ટ્રિપ)
ટ્રેન નંબર ૦૯૨૦૫ પોરબંદર-આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ૧૦.૦૪.૨૦૨૫ અને ૧૭.૦૪.૨૦૨૫ ના રોજ સવારે ૦૮.૫૦ વાગ્યે પોરબંદર સ્ટેશનથી ઉપડશે, રાજકોટ તે જ દિવસે બપોરે ૧.૧૫ વાગ્યે પહોંચશે અને શનિવારે સાંજે ૬.૪૫ વાગ્યે આસનસોલ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. ૦૯૨૦૬ આસનસોલ-પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ૧૨.૦૪.૨૦૨૫ અને ૧૯.૦૪.૨૦૨૫ ના રોજ આસનસોલ સ્ટેશનથી ૧૭.૪૫ વાગ્યે ઉપડશે અને સોમવારે સવારે ૧૦.૩૦ વાગ્યે રાજકોટ અને બપોરે ૧.૪૫ વાગ્યે પોરબંદર પહોંચશે.
આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગોવિંદપુરી, પ્રયાગરાજ, મિર્જાપુર, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, સાસારામ, ગયા, કોડરમા અને ધનબાદ સ્ટેશનો પર રોકાશે.
આ સમાચાર પણ વાંચો : Western Railway : માહિમ-બાંદ્રા ની વચ્ચે પુલ સંખ્યા 20 ના એબટમેન્ટ ના પુનર્નિર્માણ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
ટ્રેન નંબર 09205 માટે બુકિંગ 9 એપ્રિલ, 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.