News Continuous Bureau | Mumbai
Festive Special Train: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ (Western Railway ) અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
Festive Special Train: ટ્રેન નંબર 09054/09053 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ (કુલ બે ટ્રીપ)
ટ્રેન નંબર 09054 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ગુરુવાર, 15 ઓગસ્ટ 2024 ના રોજ અમદાવાદથી ( Ahmedabad ) સવારે 08:45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 17:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ ( Bandra Terminus ) પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09053 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ ( Bandra Terminus-Ahmedabad Special train ) બુધવાર,14 ઓગસ્ટ 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 21:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05:30 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics : શબ્દો અને તીર એકવાર ચાલી ગયા પછી નથી વળતા.. હવે નાયબ મુખ્યમંત્રીને અજિત પવારને થયો આ ભૂલનો અહેસાસ.. કહ્યું- મારા થી થઇ આ મોટી ભૂલ..
ટ્રેન નંબર 09054 નું બુકિંગ તા.14.08.2024 થી અને ટ્રેન નંબર 09053 નું બુકિંગ તા.13.08.2024 ના રોજ 16.00 વાગ્યા થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.