News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ભાડા પર વધુ એક વિશેષ ટ્રેન ( special train ) દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
Western Railway : ટ્રેન નંબર 09477/09478 સાબરમતી-પટના-સાબરમતી સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)
ટ્રેન નંબર 09477 સાબરમતી-પટના સ્પેશિયલ ( Sabarmati-Patna Special train ) સાબરમતીથી ગુરુવાર, 25 એપ્રિલ 2024ના રોજ 23:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 08:30 કલાકે પટના ( Patna ) પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09478 પટના-સાબરમતી સ્પેશિયલ 27 એપ્રિલ, 2024 શનિવારના રોજ પટનાથી 11:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19:40 કલાકે સાબરમતી પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : JEE Main Result : JEE મેઈન્સ પરિણામ જાહેર, રેકોર્ડ 56 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા; આ લિંક પરથી ચેક કરો
રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ ના કોચ હશે.
ટ્રેન નંબર 09477નું બુકિંગ 25 એપ્રિલ, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
 
			         
			         
                                                        