ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઓક્ટોબર, 2021
શુક્રવાર.
કોંગ્રેસની નારાજ પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહની ભાજપમાં જોડાવાની અટકળો પર હાલ પૂરતું પૂર્ણવિરામ લાગી ગયું છે. દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત લીધા બાદ તેઓ બહુ જલદી ભાજપમાં જોડાશે, એવું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું હતું. તેની સામે અમરિંદરે હાલ તેઓ ભાજપમાં જોડાશે નહીં એવી જાહેરાત કરી છે. હાલના તબક્કે ભાજપમાં જોડાવાથી રાજનૈતિક સ્તરે ખાસ્સુ નુકસાન થવાનો ડર અમરિંદરને સતાવે છે.
દિલ્હી શેનું વારંવાર જામ કરો છો? હાંકી કાઢો આ બધાં ને. આવી ગયો આદેશ. જાણો વિગત
તેઓ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા રહે એવી શકયતા ન હોવાની તેમની જાહેરાત બાદ ભાજપ કેમ્પ ઉત્સાહિત થઈ ગયો છે. ભાજપે તેમને તમામ પ્રકારની મદદની ઓફર કરી છે. કેપ્ટન કોંગ્રેસ સામે બળવો પોકાર્યા બાદ ભાજપમાં જોડાવાથી ભાજપને ફાયદો જ થવાનો હતો અને ભાજપમાં નહીં જોડાતા અમરિંદર પોતાનો અલાયદો પક્ષ બનાવે છે તો તેઓ કોંગ્રેસના મત તોડશે. આ બંને પરિસ્થિતીમાં ફાયદો ભાજપને જ થવાનો છે. તેથી ભાજપે પણ તેમને પક્ષમાં જોડાવા માટે બહુ ઉત્સાહ બતાવ્યો ન હોવાનું ચર્ચાય છે.