Site icon

કેપ્ટન અમરિંદર શા માટે ભાજપમાં નહીં ? આ છે ભાજપનો ગેમ પ્લાન;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

કોંગ્રેસની નારાજ પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહની ભાજપમાં જોડાવાની અટકળો પર હાલ પૂરતું પૂર્ણવિરામ લાગી ગયું છે. દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત લીધા બાદ તેઓ બહુ જલદી ભાજપમાં જોડાશે, એવું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું હતું. તેની સામે અમરિંદરે  હાલ  તેઓ ભાજપમાં જોડાશે નહીં એવી જાહેરાત કરી છે. હાલના તબક્કે ભાજપમાં જોડાવાથી રાજનૈતિક સ્તરે ખાસ્સુ નુકસાન થવાનો ડર અમરિંદરને સતાવે છે.  

દિલ્હી શેનું વારંવાર જામ કરો છો? હાંકી કાઢો આ બધાં ને. આવી ગયો આદેશ. જાણો વિગત

તેઓ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા રહે એવી શકયતા ન હોવાની તેમની જાહેરાત બાદ ભાજપ કેમ્પ ઉત્સાહિત થઈ ગયો છે. ભાજપે તેમને તમામ પ્રકારની મદદની ઓફર કરી છે. કેપ્ટન કોંગ્રેસ સામે બળવો પોકાર્યા બાદ ભાજપમાં જોડાવાથી ભાજપને ફાયદો જ થવાનો હતો અને ભાજપમાં નહીં જોડાતા અમરિંદર પોતાનો  અલાયદો પક્ષ બનાવે છે તો તેઓ કોંગ્રેસના મત તોડશે. આ બંને પરિસ્થિતીમાં ફાયદો ભાજપને જ થવાનો છે. તેથી ભાજપે પણ તેમને પક્ષમાં જોડાવા માટે બહુ ઉત્સાહ બતાવ્યો ન હોવાનું ચર્ચાય છે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version