342
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
20 જાન્યુઆરી 2021
મહારાષ્ટ્રના પુના જિલ્લાના પાલુ ગામમાં સુરેશ શંકર ગૌરવ ૫૦૦થી વધુ મતથી ચૂંટણી જીતીને સરપંચ બન્યો. તેના સરપંચ બનતાની સાથે જ પરિવારના ખુશીનો પાર ન રહ્યો. તેની પત્ની રેણુકા આ જીતથી એટલી બધી ખુશ થઈ ગઈ કે તેણે પોતાના પતિને ખભે બેસાડી દીધો અને આખા ગામમાં ફરવા માંડી.

સંતોષ શંકરે પણ પોતાના જીત માટે પોતાની પત્નીના પ્રયત્નોને મહત્વપૂર્ણ ઠેરવ્યા. કહ્યું કે મારી પત્નીએ ઘરે ઘરે જઈને વોટ ન માંગ્યા હોત તો ચૂંટણી જીતવું શક્ય નહોતું.

આમ સ્ત્રી પુરુષ નાં ખભા પર બેસે તેવી તો ઘટના સાંભળી છે પરંતુ પૂનામાં પુરુષ સ્ત્રીના ખભા પર બેસી ગયો.
You Might Be Interested In
