અહીં વાંચો ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેના યુદ્ધની ખરી કહાણી- ઉદ્ધવે અઢી વર્ષમાં એવું કર્યું કે એકનાથ શિંદે અકળાઈ ગયા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની(Maharashtra) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકાર ગમે ત્યારે તૂટી પડે એવી શક્યતા છે. સૂત્રોના કહેવા મુજબ મુખ્ય પ્રધાન(Chief Minister) ઉદ્ધવ ઠાકરે સાંજ સુધીમાં રાજીનામું(Resignation) આપે એવી શક્યતા છે. ઠાકરે સરકારના(Thackeray government) નેતાઓએ એકનાથ શિંદે(Eknath Shinde) સહિત નારાજ નેતાઓને મનાવવાના ઘણા પ્રયાસ કર્યા છે પણ તે કંઈ કામે લાગ્યું નથી. શિંદે કંઈ એક જ રાતમાં બળવાખોર નેતા નથી બન્યા પરંતુ આ માટેની સ્ક્રીપ્ટ રાજ્યસભાની ચૂંટણી(Rajya Sabha elections) પહેલાંથી લખવાની શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.

મંત્રી તરીકે એકનાથ શિંદેના અનેક નિર્ણયોને CM ઉદ્ધવ ઠાકરે રોકી દીધા હતા. તેમના વિભાગની અનેક ફાઈલને પણ અટકાવી દેવામાં આવતી હતી. તો શિવસેના હિન્દુત્વના(Hindutva) મુદ્દેથી દૂર જઈ રહ્યું હતું તે શિંદેને ખટકી રહ્યું હોવાનું તેઓ દાવો કરે છે. ભાજપે(BJP) મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસની(Operation Lotus) શરૂઆત કરતાં શિંદે બળવાખોર બની ગયા.

મહારાષ્ટ્રમાં જ્યારે ભાજપ-શિવસેના ગઠબંધન સરકાર હતી ત્યારે શિંદે મંત્રી હતા. આ દરમિયાન તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો(Devendra Fadnavis) ડ્રીમ પ્રોજેક્ટ(Dream Project) સમૃદ્ધિ એક્સપ્રેસ(Samrudhi Express) અમલમાં આવ્યો હતો. આ દરમિયાન એકનાથ શિંદે અને ફડણવીસ વચ્ચે મજબૂત રાજકીય મિત્રતા(Political friendship) થઈ ગઈ જે આજે પણ અકબંધ છે. આ મિત્રતા ઉદ્ધવને પસંદ ન હોવાનું કહેવાય છે. તેથી તેમની શિંદે પ્રત્યેની ઉદ્ધવની નારાજગી વધતી ગઈ હતી. તો અન્ય શિવસેનાના નેતાઓને પણ એકનાથ શિંદેના ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેના ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસ સાથેના સારા સંબંધો પસંદ ન હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કોરોનાની એન્ટ્રી- રાજ્યપાલ બાદ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોના પોઝિટિવ-  જાણો વિગતે 

હકિકતમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફડણવીસની સમૃદ્ધિ એક્સપ્રેસમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને ભાજપને ઘેરવા માગતા હતા. શિવસેના તેના માટે એકનાથ શિંદેનો ઉપયોગ કરવા ઈચ્છતી હતી. પરંતુ ફડણવીસ ફસાય તો એકનાથ પણ ફસાશે તેવો તેમને ડર હતો. કેમકે પ્રોજેક્ટની શરૂઆત જ્યારે થઈ ત્યારે શિંદે જ કેબિનેટ મંત્રી હતા. જે બાદ સંજય રાઉત અને અનિલ પરબ સહિત અનેક વરિષ્ઠ શિવસેના નેતા પણ શિંદે વિરુદ્ધ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કાન ભરવા લાગ્યા હતા.

દેશની આર્થિક રાજધાની મુંબઈની ડીપીઆર(DPR) તૈયાર કરતી વખતે એકનાથ શિંદેએ શહેરી વિકાસ મંત્રી(Minister of Urban Development) તરીકે કેટલાંક નિર્ણય લીધા હતા. આ નિર્ણયોને બાદમાં મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગના સચિવની મદદથી રોકી દીધા હતા. શિંદે થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાનાં કેટલાંક IAS અને ડેપ્યુટી કલેક્ટરની(Deputy Collector) નિમણૂંક કરવા ઈચ્છતા હતા.  મુખ્યમંત્રીએ તેમની નિમણૂક પણ થવા દીધી નહોતી. વિધાન પરિષદની ચૂંટણીમાં(election of the Legislative Council) એકનાથ શિંદેએ નંબર એક રાજનીતિક પદ(Political position) પર હોવા છતાં તેમને અવગણીને શિવસેનાના પદાધિકારીઓને મહત્વ આપવામાં આવ્યું હતું, તેનાથી તેમની નારાજગી વધી રહી હતી.

 મુખ્યમંત્રી ઠાકરે સતત એકનાથ શિંદેના વિભાગની ફાઇલ રોકી રહ્યા હતા. શિંદે તેમને મળવા જતા તો ઠાકરે તેમને લાંબી રાહ જોવડાવતા હતા. બીજી બાજુ એકનાથ શિંદે પણ નારાજ હતા કે શિવસેના હિન્દુત્વના મુદ્દાથી દૂર થઈ રહી છે. શિંદે થાણે મહાનગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડવા માંગતા હતા પરંતુ સંજય રાઉત સહિત કેટલાંક નેતા તેમના પર NCPની સાથે મળીને ચૂંટણી લડવાનો દબાણ કરતા હતા. આ રાજકીય મુદ્દાઓથી નારાજ એકનાથ શિંદેએ વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી સરકારને ઘટતાં સમર્થનને જોઈને વિદ્રોહ કરી દીધો.

આ સમાચાર પણ વાંચો : હવે શિવસેનાના આ દિગ્ગજ નેતાની આજકાલમાં ધરપકડ થાય તેવી શક્યતા- શિવસેનામાં ખળભળાટ
 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More