ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 નવેમ્બર, 2021
બુધવાર.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપોની લડાઈ હવે ઘણી આગળ વધી ગઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના મંત્રી નવાબ મલિકે એક એવી ટ્વીટ કરી છે જેનાથી એવું લાગે છે કે તેઓ દિવાળી બાદ કોઈ મોટો ધડાકો કરવાના છે.
આ સાથે જ નવાબ મલિકે હોટલ 'ધ લલિત'માં છુપાયેલા રહસ્યો ખોલવાનો સંકેત પણ આપ્યો છે.
તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, ‘શુભ દિવાળી, આપ સૌને દિવાળીની શુભકામનાઓ. હોટલ ‘ધ લલિત’માં ઘણા રહસ્યો છુપાયેલા છે… રવિવારે મળીશું.’
આ અગાઉ મંગળવારે મલિકે કહ્યું કે 'વાનખેડે પ્રાઈવેટ આર્મી દ્વારા વસૂલી કરે છે અને કરોડો રૂપિયાના કપડા પહેરે છે.
NCB અધિકારી સમીર વાનખેડે સામે નવાબ મલિકની આ લડાઈ હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામે નવાબ મલિકમાં ફેરવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં નવાબ મલિકના આ નવા ટ્વીટથી ડ્રગ્સ કેસ સાથે જોડાયેલું સસ્પેન્સ વધુ ઘેરુ બન્યુ છે.