ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર
એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શન માટે અત્યારે કાળા બજાર ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ અહમદનગર ના સાંસદ ડોક્ટર સુજય વિખે પાટીલ પોતાના 'કોન્ટેક' પાસેથી ૧૦,૦૦૦ રેન્ડેસિવર ઇન્જેક્શન લાવવામાં સફળ રહ્યો છે.
અહમદનગર માં અત્યારે હજારોની સંખ્યામાં કોરોના ના દર્દીઓ છે. તેણે ફેસબુક ઉપર વિડીયો જાહેર કરીને જણાવ્યું કે આ વિડીયો માધ્યમથી હું જણાવી રહ્યો છું કે મારી પાસે રેમડેસિવિર ઇન્જેક્શન મોજુદ છે. હું આ ઇન્જેક્શન દિલ્હીથી લઈને આવ્યો છું. તેમણે વીડિયોમાં સ્પષ્ટતા કરી હતી કે જો તેઓ વિડિયો ના માધ્યમથી લોકોને માહિતગાર ન કરત તો સરકાર તેને કાળા બજારી હેઠળ ફસાવી નાખત. આમ એક તરફ જ્યાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો એકથી બીજી જગ્યાએ દોડી રહ્યા છે ત્યારે અહમદનગરના સાંસદ પાસે 10000 રેમડેસિવિર ઇન્જેક્શન છે.
કોર્ટે કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી. વારંવાર કેન્દ્ર સરકાર તરફ કેમ આંગડી દેખાડો છો?